ભાગ · અધ્યાય ૫૯૦

કૃતયુગ સંતાનનાં અંતિમ અધ્યાયમાં પ્રગટ ભગવાનની સ્તુતિ-આશિર્વાદ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે પછી મારી ત્રેતા સંતાનની કથા ગોલોકમાંથી શ્રીકૃષ્ણ રાધિકાને પૂર્વે સૌરાષ્ટ્રમાં આસો વદ આઠમે મારો પાર્દુભાવ થયો, તેની કથા કહેશે. સત્યુગના દેવો આત્મારુપે ભક્તો અને ધર્મો તે સર્વે અમારી રક્ષણ કરો. સત્યવ્રતવાળા સત્ય એવા પરમાત્મામાં અર્પણ થયેલા તે સતી, સ્ત્રીઓ, બ્રહ્મપત્નીઓ, અમારું રક્ષણ કરો. જે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતાની ઈચ્છાથી સૃષ્ટિની રચના કરીને તેમાં પ્રવેશ કરી અંતર્યામી રૂપે રહેલા છે. તે પ્રભુ જય પામો. જે પ્રભુ યુગલ ભાવને રાધાપતિ, લક્ષ્મીપતિ નામને ધારણ કરનારા એવા નારાયણ વાણીરૂપે રહેલા તે પ્રભુ જય પામો જય પામો. પરબ્રહ્મ તથા તેના દિવ્ય શરીરવાળા મુક્તો તથા અવતારો ઈશ્વરો, ઈશ્વરાણીઓ, તત્વના દેવતાઓ, ઋષિ, પિતૃઓ, અસુરો, જડચૈતન્ય, સર્વે વિભૂતિઓ, તે આ સત્યુગ સંતાન ગ્રંથઅર્પણ વિધિમાં સર્વના કલ્યાણ રૂપ થાવ.

બ્રહ્માના વંશના કાશ્યપ ગોત્રના સર્વે મારા સ્પર્શને પામેલા, મને અર્પણ થયેલાને સર્વના વંશને હું પરમધામમાં લઈ જઈશ અને બ્રહ્મ મુક્તિ અપાવીશ. કોઇ ધર્મથી, કોઇ ભક્તિથી, કોઇ યજ્ઞથી, કોઇ સેવાથી, કોઇ કામ ક્રોધથી પણ મારું સ્મરણ કરશે. તે મારા શાશ્વતપદને પામશે. શ્વેતાયન વ્યાસ નામે હું વ્યાસ એવા શ્રીહરિમાં લક્ષ્મીનારાયણ સંહિતાનો આ પ્રથમ ભાગ અર્પણ કરું છું. પ્રત્યક્ષ શ્રીહરિ સ્વામી સ્વરૂપ મનુષ્યોના કલ્યાણને માટે નિત્ય પ્રત્યક્ષ એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ જય પામો. દેહ ઇદ્રિયો, અંત:કરણમાં રહેલા ગુણ કર્મમાં રહેલા વ્યાપક સ્વરૂપે રહેલા મૂર્તિ રૂપે રહેલા એવા શ્રીહરિ સર્વદા જય પામો.