ભાગ · અધ્યાય ૨૪

એકાદશી ઉત્પત્તિ અને જયંતિ મહિમા

શ્રીનારાયણ કહે : પૂર્વે ક્ષીર સમુદ્રમાં મહાવિષ્ણુ અંતર્વૃતિ કરી સૂતા હતા ત્યારે શરીરમાંથી દિવ્ય કન્યા પ્રગટ થઇ. તેને જોઇ મુરદાનવ મોહ પામ્યો. વરવાનું કહ્યું. કન્યા કહે, મને જીતી લે તો તને વરુ. મુરદાનવ અને કન્યાને યુદ્ધ થયું. કન્યાએ શસ્ત્રોથી તેનું મસ્તક કાપી નાખ્યું. પ્રભુએ પ્રસન્ન થઇ કન્યાને એકાદશીમાં વાસ આપ્યો. કન્યાને ચોવીસરૂપે એકાદશીના વ્રતમાં સ્થાપી. તેથી તેના વ્રત ઉપવાસથી નર-નારીઓ મોક્ષ મેળવે છે. એકાદશી અને ભગવાનની જયંતિ તે મનુષ્યોને મુક્તિ અપાવનારી છે. તેમાં પ્રગટ પ્રભુની જયંતિનો વિશેષ મહિમા છે, તે મોક્ષ આપનારી છે.