ભાગ · અધ્યાય ૨૨૯

પિતૃઓના કહેવાથી સોમશર્માનું ગોમતીમાં પિતૃશ્રાદ્ધ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અવંતીનગરીનો સોમશર્મા શિવભક્ત હતો. તે સોમનાથની યાત્રા કરી દ્વારિકા દર્શને ગયો. સર્વે તીર્થમાં દર્શન કરી, ભગવાનનો પ્રસાદ જમીને રાત્રે સૂતો. ત્યાં તેને સ્વપ્ન થયું તેમાં પોતાના પૂર્વજો પિતૃઓને રૂદ્રો જેવા ભયંકર જોયા. સોમશર્માએ પૂછ્યું, તમે કોણ છા ? તે કહે : તારા પિતૃઓ છીએ. હરિવાસર વ્રત નહીં કરવાથી પ્રેતપણાને પામ્યા છીએ તેથી તું અહીં ગોમતીમાં પિતૃશ્રાદ્ધ તર્પણ કરાવ જેથી અમારો મોક્ષ થાય. સવારે સોમશર્માએ પિતૃઓએ કહ્યા પ્રમાણે જ શ્રાદ્ધ કરાવ્યું, સર્વે પિતૃઓ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ધામમાં ગયા.