ભાગ · અધ્યાય ૫૫૧

શ્રીહરિ દ્વારા બ્રહ્માને મોક્ષ પ્રાપ્તિ માટે ઉપદેશ

આબુ પર્વતમાં અગત્સ્યમુનિએ શંકરની પૂજા કરી પ્રશ્ન પૂછ્યો. ચીરંજીવિતા કેમ પ્રાપ્ત થાય ? શંકર કહે, અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ વિના ચીરંજીવી પણું પ્રાપ્ત થતું નથી. તે પ્રભુ અત્યારે સૌરાષ્ટ્રમાં પ્રગટ થયા છે. તેના વિના દિવ્યપણું થતું નથી. અમે બ્રહ્મા, વિષ્ણુ, શંકર સર્વ દેવો તેને ભજીને દિવ્ય થયા છીએ. દિવ્ય પ્રભુના યોગ વિના દિવ્ય થવાતું નથી. માટે તે પ્રગટ પ્રભુનું ભજન કર.

એકવાર અગત્સ્યમુનિ અશ્વપટ સરોવર લોમશઋષિના આશ્રમે દર્શન કરી કાશી જઇ હિમાલય આકાશ માર્ગે આવી. માનસરોવર આવી ત્યાં ઇલાવૃત ખંડ આવ્યા. ત્યાં પૂર્ણકુટીમાં એક મુનિ બેઠા હતા. જપ કરતા તેજસ્વી મુનિને પૂછ્યું તમે કોણ છો ? મુનિએ શ્લોક બોલી યજ્ઞમાં હોમ કર્યો. ત્યાં કુંડમાંથી પાંચ કન્યા નીકળી. એકે સિંહાસન આપ્યું બીજીએ પગ ધોયા, ત્રીજીએ વીંઝણો લઇ પવન નાખ્યો, ચોથી પાંચમીએ ચામળ ઢોળ્યાં. ત્યાં મુનિએ બીજીવાર શ્લોક બોલી હોમ કર્યો. ત્યાં સો કન્યાઓ આવી વસ્ત્ર, અલંકાર, નૈવેધ અર્પણ કરી અદૃશ્ય થઇ. અગત્સ્યમુનિ આ જોઇ આશ્ચર્ય પામ્યા અને આંખ બંધ કરી. ત્યાં મેરુ પર્વત પર બેઠેલા ત્યાંથી પૃથ્વી અને સાત સમુદ્રો જોયા તથા ચૌદલોકમાં ગતિ કરીને વૈકુંઠમાં લક્ષ્મીનારાયણના દર્શન કર્યાં. જ્યાં આંખ ખોલી તો પોતે લોમશઋષિના આશ્રમમાં બેઠા હતા. તે દિવસથી અગત્સ્યમુનિને દિવ્ય દૃષ્ટિ અને ચીરંજીવીતા પ્રાપ્ત થઈ. અગત્સ્યમુનિએ શંકરને પૂછ્યું, પ્રભુના ધામની પ્રાપ્તિ કેમ થાય. શંકર કહે, અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કર્યા વિના અક્ષરધામની પ્રાપ્તિ થતી નથી. તે પ્રભુ ગોલોકમાં કૃષ્ણરૂપે, વૈકુંઠમાં નારાયણરૂપે આવ્યા. અવ્યાકૃત ધામમાં વાસુદેવ રૂપે બદ્રિકાશ્રમમાં નરનારાયણ રૂપે તેજ પ્રભુ ક્ષીરસમુદ્રમાં શ્વેતદ્વિપમાં વિષ્ણુરૂપે છે. તે પ્રભુ અનીરુદ્ધ, પ્રદ્યુમ્ન સંકષર્ણરૂપે થાય છે. તે પ્રભુના જ અંશરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે ઈશ્વરો છે. તે પ્રભુ સત્યુગમાં ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. ત્રેતામાં યજ્ઞથી પ્રાપ્ત થાય છે. દ્વાપરમાં કથાપૂજનથી અને કળીયુગમાં અનેક પ્રકારની ભક્તિ તેમજ સત્કર્મોથી પ્રાપ્ત થાય છે. આ સર્વે રૂપમાં ભેદબુદ્ધિ દ્વેષબુદ્ધિથી ભજે તો તેની મુક્તિ થતી નથી. પતિવ્રતા પરાયણ થઇને એકને ભજે અને અને જો બીજા સ્વરૂપની નિંદા કરે તો દુર્ગતિને પામે છે.

પૂર્વ બ્રહ્માએ શ્રીહરિને પૂછ્યું : હે દેવના દેવ, કર્મ કરનારા મનુષ્યોને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય ? સ્વર્ગમાં કેમ જાય ? અને નરકમાં કેમ પડે છે ? શ્રી હરિ કહે : વેદમાર્ગને તજીને, તામસી સ્વભાવથી, તામસી ભૈરવાદિની ઉપાસનાથી હિંસા કરી મધ, માંસ, ખાનારાને નરકમાં જવું પડે છે. દેવો, ઈશ્વરોની નિંદા કરનારા, ગુરુને છેતરનારા નરકમાં પડે છે. તથા સકામ ભાવનાથી સ્વાર્થથી, દાન્ય-પુણ્ય સત્કર્મથી, સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ થાય છે, તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્માની નિષ્કામ ભાવનાથી ભક્તિ કરીને મુમુક્ષુઓ રાગદ્વેષથી રહિત થઇને પરમધામમાં પ્રભુની સેવામાં પહોંચે છે.