જાબાલી ઋષિ અને પુત્રી ફલવતીનો પદ્મશીલામાં વાસ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જાબાલી ઋષિને અતિ કઠીન તપશ્ચર્યા કરતા જોઇને દેવો ભય પામ્યા. ઇન્દ્રે રંભા અપ્સરાને ઋષિ પાસે મોકલી. રંભા ઋષિ તપ કરતા હતા ત્યાં આવી. નદીમાં વસ્ત્ર વિના સ્નાન કરી, અર્ધ વસ્ત્ર પહેરી, ઋષિને પગે લાગી. ઋષિએ મોહ પામી પૂછ્યું તું કોણ છે ? રંભા કહે, હું સ્વર્ગની અપ્સરા છું. તમારી સેવા કરવા આવી છું. ઋષિ કહે, મારી પણ એવી ઈચ્છા છે. પછી ઋષિ રંભા સાથે રજોગુણમાં આખો દિવસ પ્રવર્ત્યા પછી રંભાએ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે જઇ વાત કરી. રંભા અપ્સરાને ઋષિથી ગર્ભ રહ્યો. બાળકીનો જન્મ થયો. તે ઋષિના આશ્રમમાં મુકી ગઇ. જાબાલી ઋષિએ મોટી કરી. પૂજામાં ફળફૂલ લાવી દયે. એકવાર વનમાં ચિત્રાંગદ ગંધર્વ કહે, તું કોની પુત્રી છો ? ફલવતી કહે, જાબાલી ઋષિની. ગાંધર્વ કહે, મારી સાથે લગ્ન કર. ફલવતી કહે, તમે મારા પિતા પાસે મારી માંગણી કરો. ગાંધર્વ કહે, તારા પિતા ના પાડે તો ? તેથી ચિત્રાંગદ ફલવતી સાથે રતીક્રીડામાં જોડાયો. દિવસ અસ્થ થયો. પુત્રી આવી નહીં એટલે ઋષિએ આવીને જોયું. ત્યાં વસ્ત્ર વિના પુત્રીને જોઇ ગાંધર્વ આકાશમાં જતો રહ્યો.
ઋષિએ લાકડીથી પુત્રીને મારી અને ગાંધર્વને શ્રાપ આપ્યો. તું પીશાચ થા. કોઢવાળો થા. તું અને મારી પુત્રી ફલવતી આ હાટકેશ્વર તીર્થમાં નગ્ન રહો. પછી ચૈત્ર માસમાં શંકર ભગવાન અર્ધરાત્રિએ યોગી સાથે ત્યાં આવ્યા. એટલે આ બન્ને પીશાચોએ નૃત્ય કર્યું. શંકરે પ્રસન્ન થઇ તેનું પીશાચપણું નષ્ટ કરી આકાશમાં ફરવાનું સામર્થ્ય આપી શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. પછી ચિત્રાંગદે ઋષિને શ્રાપ આપ્યો. ફલવતી પણ કહે, તમે મારી ને સ્ત્રીની નિંદા કરો છો. તમે પણ રંભા અપ્સરામાં મોહ પામ્યા. ઋષિ કહે, સ્ત્રી મોક્ષમાં વિઘ્ન કરનારી છે. પુત્રી કહે, વિપ્ર પગથી પવિત્ર, ગાય પુછથી પવિત્ર, બકરી મોઢેથી પવિત્ર અને સ્ત્રી સર્વાંગે પવિત્ર છે. પછી ઋષિ પુત્રીનું જ્ઞાન સાંભળીને રાજી થયા. પછી જાબાલી ઋષિ તથા પુત્રી યોગીની શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી મોક્ષને પામ્યા અને પ્રભુએ પિતા પુત્રીને પદમશીલામાં વાસ આપ્યો.