ભાગ · અધ્યાય ૧૦૬

સૂર્યપિતા કશ્યપ દ્વારા શંકરને શાપ

લક્ષ્મી કહે : હે પ્રભુ, વિષ્ણુ ભગવાને તે હાથીનું જ મસ્તક કેમ કાપ્યું ? શ્રીનારાયણ કહે : પૂર્વે દુર્વાસાએ પ્રભુની પ્રસાદીનો હાર ઇન્દ્રને આપ્યો. ઇન્દ્રે હાથીના મસ્તક પર મૂક્યો. તેથી તે મસ્તક પવિત્ર હતું. તથા માલી-સુમાલી દૈત્યને સૂર્યે માર્યા તેથી શંકરે સૂર્યને ત્રિશૂલ મારી રથથી પાડી દીધા. ત્યારે સૂર્યપિતા કશ્યપે શંકરને શાપ આપ્યો તારા છોકરાનું મસ્તક પણ આવી રીતે કપાશે. તથા ગણેશ પાર્વતીના રક્ષણ માટે દરવાજે ઊભા હતા ત્યારે શનિની દૃષ્ટિ ગણેશ પર પડી તેથી આવા બધા યોગો ભેગા થયા હતા.