પતિવ્રતા માલાવતીએ પતિ ઉપબ્રર્હણને સજીવન કર્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે નારદપત્ની માલાવતીના પતિવ્રતાના પ્રભાવની કથા કહું છું. બ્રહ્માએ નારદને સૃષ્ટિમાં મદદ કરવા કહ્યું. નારદ કહે, મુક્તિ આપે અપાવે તેને પિતાતુલ્ય કહેવાય છે. માતા, ભાઇ, પત્ની, પતિ સર્વે જો ભક્તિ ન કરે ન કરવા દે તે માયાના બંધન કરનારા જાણવા. માટે તમે જ્ઞાની થઈ મને જગતમાં શું જોડો છો. ત્યારે બ્રહ્મા ક્રોધ પામી શાપ આપી કહે, તું મૃત્યુ પામી જન્મ ધારણ કરી પત્નીવાળો થઈ જ્ઞાનહિન થા. પછી દાસીપુત્ર થા. નારદે બ્રહ્માને કહ્યું, તમે ક્યાંય પૂજ્ય નહીં થાઓ. પછી નારદ વિશ્વાસુ ગંધર્વપુત્ર ઉપબ્રર્હણ થયા. મોટા થતા તપ કર્યું. ગાંધર્વ પચાસ કન્યાએ ઉપબ્રર્હણને જોઈ મોહ પામી. નેવરીએ તેની સાથે બે લાખ વર્ષ સંસાર ચલાવ્યો.
એકવાર બ્રહ્માની સભામાં નૃત્યમાં ગાવણામાં રંભાને જોઇ ઉપબ્રર્હણ ચંચળ થયા. તેથી સંગીતમાં ધ્યાન ન રહ્યું. દેવો મશ્કરી કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માએ શાપ આપ્યો કે, શુદ્ર થા. નારદે તરત પોતાના યોગબળથી, શરીરથી આત્માને ખેંચી દેહ ત્યાગ કર્યો. તેની પચાસ પત્નીમાં માલાવતી પતિવ્રતા હતી. તે તરત પોતાના પતિવ્રતાના પ્રભાવથી કહે, હે પ્રભુ જો હું પતિવ્રતા હોવું તો મારો પતિ ઉપબ્રર્હણ સજીવન થાય. એમ કહી સર્વેદેવોને, કાળને, યમને શાપ આપવા જાય છે. ત્યાં વિષ્ણુ ભગવાન બ્રાહ્મણરૂપે આવી માલાવતીને કહે, દેવી કોઇને શાપ ન આપીશ. તારા જેવી સતીઓથી આ સ્વર્ગ, મૃત્યુ, પાતાલ, ત્રિલોકીની સ્થિતિ રહે છે. તારા જેવી સતીઓથી સર્વે દેવો પૂજ્યપણાને પામે છે. માટે તું પ્રભુની
સ્તુતિ
કર.
માલાવતીએ
અક્ષર
બ્રહ્મધામનાપતિ
પુરુષોત્તમનારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની ગદ્ગદ્ ભાવે સ્તુતિ કરી. પ્રભુ તરત પ્રગટ થઈ અને ઉપબ્રર્હણ ગંધર્વના સર્વે ઇન્દ્રિયો અંત:કરણ દેવતાને જાગ્રત કર્યા. તરત ઉપબ્રર્હણ સુષુપ્તિમાં જાગે તેમ બેઠો થયો. માલાવતી વગેરે સર્વે પત્નીઓ હર્ષ પામી. પછી માલાવતીએ સાધુ, વિપ્રોને ભોજન કરાવી અનેક દાન આપ્યા. ઋષિ, મુનિઓએ આશિર્વાદ આપ્યા. નારદના ઉપબ્રર્હણ ગાંધર્વની કથા જે કહેશે અથવા સાંભળશે તે ભુક્તિ, મુક્તિ સર્વે પામશે. ત્યાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરી સૌભાગ્ય પ્રાપ્ત કરશે.