ભાગ · અધ્યાય ૪૦–૪૧

પિતૃશ્રાદ્ધ વિધિ અને મહાત્મ્ય

આ અધ્યાય 40–41 સંયુક્ત છે

શ્રી લક્ષ્મી કહે : હે પ્રભુ, પિતૃઓને પિંડદાનનો વિધિ શું છે ? શ્રીનારાયણ કહે, ત્રણ પેઢીના નામ લઇને પિંડદાન કરી શકાય. તથા પિતૃઓના શ્રાદ્ધ તર્પણ પણ થાય. તેથી પિતૃઓ પુણ્યશાળી હોય તો સ્વર્ગમાં અથવા પિતૃલોકમાં રહે છે. પુણ્યશાળી ન હોય તો અનેક લોકમાં ફરતા જન્મોમાં ફરતા તે પિતૃઓને તેમના શ્રાદ્ધનો પુણ્યનો ભાગ મળી જાય છે. પિતૃઓમાં અર્યમાં તથા સોમ તે મુખ્ય છે. પિતૃઓની શ્રાદ્ધ તિથિમાં શક્તિ પ્રમાણે સાધુ- સાધ્વી, બ્રાહ્મણો, અનાથ, ગરીબો, બાળકો, કન્યાઓ, સ્ત્રીઓ, વૃદ્ધોને ગામ આખાને જમાડવું. યજમાને પિતૃના નામ લઇને શ્રીહરિ બધામાં છે એમ માની જમાડવા, દાન દેવા, તેથી શ્રીહરિ વ્યાપક સ્વરૂપે પિતૃઓમાં રહેલા છે. તે પિતૃઓને જ્યાં હોય ત્યાં તૃપ્તિ પમાડે છે. પશુ-પક્ષીને પણ આપવું. કિડી વગેરે જીવ-જંતુને પણ આપવું. તેથી સર્વ અંતરાત્મા રાજી થઇ યજ્ઞ ફળ આપે છે.

શ્રીનારાયણ કહે : પિતૃઓની સ્તુતિ કરી નમસ્કાર કરી યજ્ઞ કરવો. યજ્ઞમાં પિપળો, વડલો, ઉમરો, ખાખરો, બિલ્વ, ચંદન દેવધરૂ વગેરે કાષ્ટો ઉત્તમ માનેલા છે. તે શ્રાદ્ધ પિંડદાન તથા હોમ હવન તે તીર્થમાં, નદીમાં, દેવાલય, ગુરુઆશ્રમ, તળાવ, પર્વત, પવિત્ર વૃક્ષ વગેરે સ્થાનમાં કરવા. આવા પવિત્ર સ્થાનોમાં લક્ષ્મીનારાયણ વાસ કરે છે. ભૂખ્યા, તરસ્યાને દાન આપવું તેથી પણ યજ્ઞ ફળ થાય છે.