પુરુષોત્તમ માસની સુદ બીજની તિથીની પૂજનવિધિ - નરનારાયણ મળમાસને અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસે લાવ્યા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એક સમયે પૂનમે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે વેદના પારને પામેલા નારદ, વ્યાસ, લોમશ, પત્નીવ્રત દ્વિજ માર્કંડેય વગેરે હજારો તપસ્વીઓ ઋષિઓ દર્શને આવ્યા. દંડવત્, પ્રણામ કરી, સ્તુતિ કરી, આસને બેઠા. તે સમયે યુગસંવત્સર સર્વે માસ, ઋતુઓ, પક્ષો, સર્વે નરનારાયણ ભગવાનના દર્શન કરી આસને બેઠા. ત્યાં સર્વેની પાછળ કાળો ભોજન વિના, શુષ્ક, મલિન, સ્નાન, પૂજા રહિત, સર્વેથી તિરસ્કાર કરાયેલો મળમાસ આવી બેઠો. પછી મળમાસે નરનારાયણ ભગવાનને સ્તુતિ કરી કહ્યું. હે પ્રભુ, તમે શરણાગતના રક્ષક છો. સર્વે માસના અવતાર ઇશ્વરો લક્ષ્મીઓ અધિષ્ટાતા છે. તેથી સર્વે માસનો સત્કાર થાય છે. મારો તિરસ્કાર કરે છે. તેથી હું તમારે શરણે આવ્યો છું. નરનારાયણ ભગવાન કહે : તું શોક ન કર. હું તારો ઉદ્ધાર કરીશ. નરનારાયણ ભગવાન મળમાસને લઇ વૈકુંઠમાં ગયાં. મળમાસ લક્ષ્મીનારાયણ સંહિતાના દર્શન કરી, સ્તુતિ કરી. આશિર્વાદ મેળવી નરનારાયણ ભગવાન સાથે ગોલોકમાં ગયો. ત્યાં પીળા પિતાંબર ધારણ કરેલા, મોરલી મનોહર, ગોપીવૃંદથી સેવાયેલા રાધાકૃષ્ણના દર્શન કર્યાં. લક્ષ્મીનારાયણ ભગવાન પૂજા સામગ્રી લાવ્યા તેનાથી મળમાસ વીરજા નદીમાં સ્નાનથી શુદ્ધ થઇ, રાધાકૃષ્ણની પૂજા કરી. શ્રીકૃષ્ણે મળમાસને ભેટીને પોતાના સિંહાસનમાં સાથે બેસાડ્યો અને આવવાનું કારણ પૂછ્યું. મળમાસ કહે : આજે હું તમારા દિવ્ય દર્શનથી પૂજાથી આનંદવાળો થયો છું. તે પ્રભુ તમે સર્વેનું મંગલ કરનારા છો. તમે મારું મંગલ કરો.
કૃષ્ણનારાયણ કહે : અધિકમાસની દ્વિતીયાને દિવસે જે મારું પૂજન કરશે તે અનંત ફળને પામશે. તેથી તે આજે મારી પૂજા કરી તેથી પૂજ્યપણાને પામીશ. મળમાસ કહે : પણ મારા અધિષ્ટાતા પતિ તમે થાવ. શ્રીકૃષ્ણ કહે : હું બીજા માસોનો સ્વામિ થયેલો છું. તેથી આપણે સર્વે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ પાસે જઇએ. એમ કહી સર્વે નારાયણો પુરુષોત્તમ નારાયણ પાસે આવ્યા.