ભાગ · અધ્યાય ૨૯૧

મોહિનીનું શાપ નિવારણ - તે વેધવાળી એકાદશી થઇ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ત્રિલોકીમાં મોહિનીને સર્વે ધિક્કારવા લાગ્યા. કયાય રહેવાનું સ્થાન ન રહ્યું ત્યારે પિતા બ્રહ્મા પાસે ગઇને કહે : પિતાની આજ્ઞાનું પાલન ન થયું. પતિનો તિરસ્કાર કર્યો. પુત્રનો ઘાત કર્યો. સંધ્યાવલીનો નાશ કર્યો તેથી વસુએ શાપ આપ્યો. હવે મારો શાપ નિવારણ થાય તેમ કરો. બ્રહ્મા, દેવો, મુનિઓને લઇને વસુ પાસે આવ્યા, અને કહ્યું જેનાથી મોક્ષ મળે તે બંધુ, મિત્ર અને ગુરુ કહેવાય છે. આ મોહિનીએ રાજા-રાણી- પુત્રને મોક્ષમાં મોકલ્યા છે. તે સારું કામ કર્યું છે. માટે મોહિની પર કૃપા કરો, કોઇ સ્થાનમાં વાસ આપો. રુકમાંગદ રાજાનો ગુરુ જ્યોતિષવેતા વાસુદેવ કહે : તે મોહિનીને નિષેધ તિથિમાં વાસ આપવો ઉદ્યાતમાં ન હોય સાંજે એકાદશી હોય તે નિષેધતિથિ છે. આવી રીતે જે વ્રત રહેવાના હોય તે સૂર્યોદયમાં ન હોય સાંજે હોય તે નિષેધવાળી તિથિમાં મોહિનીને વાસ આપ્યો તે વેદ્ધા તિથિ કહેવાય છે. બે એકાદશી હોય તો બીજી રહેવી. પહેલી એકાદશીએ વ્રત કરે તેનું ફળ ન મળે અને બીજી એકાદશીએ અન્ન ખાય એનું પાપ લાગે, તે પાપ મોહિનીનું વેદ્ધાતિથિ છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે વેધવાળી એકાદશી કેમ થઇ તેની કથા કહી. આ કથા જે કહેશે અથવા સાંભળશે તે સર્વે પાપથી રહિત થશે.