પત્નીવ્રત દ્વિજ પ્રાગટ્ય અને માતા-પિતાની સેવાનું ફળ
શ્રીનારાયણ કહે : મારી મૂર્તિમાંથી પત્નીવ્રત દ્વિજની ઉત્પત્તિ કરી. તે બ્રાહ્મણ જન્મતા જ સોળ વર્ષનો યુવાન થયો. મેં આશીર્વાદ આપ્યા. રૂપેગુણે મારી સમાન થા. તે પુત્રે કહ્યું, પિતા શું આજ્ઞા છે. પ્રભુએ કહ્યું, પૃથ્વી પર માતૃભક્તિ, પિતૃભક્તિ પ્રવર્તાવો, જે માતા- પિતાની સેવા કરે તે જ સુપુત્ર કહેવાય છે. જે માતા-પિતાની સેવા કરી પ્રસન્ન રાખે છે, તેની ઉપર સર્વદેવો શ્રીહરિ પ્રસન્ન થાય છે. જે માતા-પિતાની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે તેની પાસે યમદૂતો કે કાળ પણ આવતો નથી. જે સવારે ઊઠીને માતા-પિતા, ગુરુને વંદન કરે છે તે સર્વે અર્થનો ભાગીદાર થાય છે અને તેના વિઘ્નો નાશ પામે છે. મારામાંથી પ્રગટ થયેલો બ્રહ્મમૂર્તિ એવો પત્નીવ્રત દ્વિજ તું કૃષ્ણવલ્લભ આચાર્ય થા, મારો જ અવતાર તું અનેક સાધ્વીઓનો પતિથા અને મોક્ષ કર. સર્વે સૃષ્ટિમાં વ્યાપક દિવ્ય રૂપ નરે નરમાં નિવાસ કરીને પત્નીવ્રત દ્વિજથી પ્રસિદ્ધ થા.