શંકર પાર્વતી દ્વારા ગણેશજીનું પૂજન - આશિર્વાદ
વાહન માટે ઊંદર આપી ગણપતિને વેદોક્ત મંત્રોથી સ્નાન કરાવી ષોડ્શોપચારથી પૂજા કરી. ધૂપ-દીપ આરતી ઉતારી પછી જવ તલ ઘઉંના લાડુનો પર્વત ધર્યો. ગંગાજલ લાવી આપીને સ્તુતિ કરી. વિઘ્નેશ, ગણેશ, હેરંબ, ગજાનન, લંબોદર, એકદંત, સૂર્યકર્ણ, વિનાયક આ આઠ નામનો જપ કરવાથી વિઘ્ન નાશ પામે છે. શ્રીકૃષ્ણે પ્રથમ પૂજા કરી આશીર્વાદ આપ્યા - શિવ સમાન જ્ઞાની થાવ, ચિરાયુ થાવ. પછી સર્વે દેવો, ઇશ્વરોએ, ઋષિ -મુનિઓએ પૂજા કરી આશીર્વાદ આપ્યા. બ્રહ્માએ કહ્યું, યશ-કીર્તિવાળા થાવ સર્વ અગ્ર પૂજ્ય થાવ. શંકર કહે : મારા તુલ્ય દાતા ભવ. લક્ષ્મી કહે : મારા ઘરમાં અને શરીરમાં તમારો વાસ થાવ. સાવિત્રીએ કહ્યું, વત્સવેદ જ્ઞાની થા, હિમાલય કહે : કૃષ્ણમાં ભક્તિવાળો થા, કૃષ્ણ સમાન ગુણોવાળો થા. મેના કહે, સમુદ્ર સમાન ગંભીર થા. પૃથ્વી કહે, મારી સમાન ક્ષમાવાળો થા, સર્વ રત્નોવાળો થા. પાર્વતી કહે : તારા પિતાતુલ્ય સિદ્ધિ આપનારો થા.