ભાગ · અધ્યાય ૩૨૩

શ્રીકૃષ્ણનારાયણની તેર ધર્મપત્નીઓનું પ્રાગટ્ય

શ્રીલક્ષ્મી કહે : પ્રાણનાથ, કૃષ્ણનારાયણ તમે તમારી તેર ધર્મપત્ની કહી તે સર્વે ક્યારે કોનાથી પ્રગટ થયેલી તે કહો. સ્વર્ગ અને મોક્ષ આપનારી પુરુષોત્તમના યોગવાળી કથા કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાંભળો. પરમધામમાં પુરુષોત્તમ નારાયણની હજારો દિવ્યશક્તિ રહેલી છે. પુરુષોત્તમ નારાયણે સંકલ્પ ઈચ્છા કરી હું અનેકરૂપે થાઉં ત્યારે પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી દિવ્ય ગુણવાળી શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તૃપ્તિ, પુષ્ટિ, સમુન્નતિ, ક્રિયા, બુદ્ધિ, મેઘા, હીતિ, તિક્ષા વગેરે બાર શક્તિઓ પ્રગટ થઇ અને ભક્તિદેવી પ્રગટ થયા. સર્વે શક્તિઓ પુરુષોત્તમ નારાયણને કહે : અમારા જેવી સેવા હોય તે કહો. શ્રીહરિ કહે, તમે સર્વે છાયાંરૂપે મારામાં રહો. બીજેરૂપે સૃષ્ટિમાં, જીવજાતિમાં, મનુષ્યોમાં રહો. તે સર્વે શક્તિઓએ બદ્રિકાશ્રમમાં હજાર વર્ષ તપ કર્યું. પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઇને કહે : તમે તપ કેમ કરો છો ? સર્વે કહે : પૃથ્વી પર દૈત્યો, દાનવો, અસુરોમાં અમને સુખ થતું નથી. તેથી અમે સદા સુખી રહીએ તેવી કૃપા કરો.

પુરુષોત્તમ નારાયણ કહે : પુરુષોત્તમ માસનું છેલ્લા દિવસે વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરજો. તે સર્વે શક્તિઓએ ગંગાનદી કાંઠે નિર્જળાવ્રત કરી પુષ્પફળથી પુરુષોત્તમ નારાયણનું પૂજન કર્યું. ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઇ કહે : વરદાન માગો. સર્વે કહે : ધર્મનો આશ્રય આપો. પુરુષોત્તમ નારાયણ કહે : તમે સર્વે દક્ષ રાજાને ત્યાં જન્મ ધારણ કરો. દક્ષ પ્રજાપતિ વિધિપૂર્વક તમને ધર્મદેવને આપશે. પછી હું મૂર્તિદેવીમાં નરનારાયણ સ્વરૂપે પ્રગટ થઇને બ્રહ્મચર્યનું પાલન કરી ધર્મનું સ્થાપન કરીશ ત્યારપછી સત્યલોકમાં બ્રહ્માની સભામાં પુરુષોત્તમ માસને અંતે પુરુષોત્તમ નારાયણનું પૂજન કર્યું. દેવો, ઋષિ-મુનિ, માનવોની પૂજાથી પ્રગટ થઇને પુરુષોત્તમ નારાયણે ધર્મદેવ, તેની પત્નીઓએ દર્શન દીધા. પુરુષોત્તમ નારાયણ કહે : તમારી ઈચ્છા હોય તે કહો. બ્રહ્મા કહે : પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણ આ તમારા ભક્તોને સુખી કરો. સકામ હોય તેને સર્વે સિદ્ધિ આપો. નિષ્કામ હોય તેને તમારા ધામમાં વાસ આપો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : તથાસ્તું. મારા સાત્વિક ભક્તોમાં આ ધર્મદેવ કુટુંબ સાથે વાસ કરશે.