પ્રભુના સ્વરૂપમાંથી ગોલોક અને વૈકુંઠધામની રચના થઇ
પરબ્રહ્મ શ્રીહરિએ પોતાના ડાબા ભાગમાં જે શક્તિ રહેલી છે તે લક્ષ્મીરૂપે બહાર આવી. મુક્તો જોઇ આશ્ચર્ય પામી શ્રીહરિને કહે : હે પ્રભુ, અહિં તો બધા પુરુષાકાર છે. પતિ-પત્ની રૂપ બીજું ધામ રચો. ત્યારે શ્રીહરિએ પોતાની મૂર્તિમાંથી બીજું વાસુદેવનારાયણ સ્વરૂપ પ્રગટ કરી વૈકુંઠધામની રચના કરી. ત્યાં લક્ષ્મીનારાયણને રાખ્યા. ત્યાં દિવ્ય પાર્ષદ- પાર્ષદાણીઓ દિવ્ય ભોગોનો આનંદ પ્રાપ્ત કરે છે. ત્યારપછી પરબ્રહ્મની શક્તિમાંથી રાધા રૂપ પ્રગટ થયું.
તેજસ્વી રાધાની પ્રાર્થનાથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે પોતાનામાંથી બીજું સ્વરૂપ કૃષ્ણ નામનું પ્રગટ કરીને અક્ષરધામના સીમપ્રદેશમાં ગોલોકધામની રચના કરીને રાધા-કૃષ્ણને ત્યાં રાખ્યા. અનંત પાર્ષદો અસંખ્ય દાસ-દાસીઓ તે ગોલોક ધામના દિવ્ય સુખને તથા રાધા-કૃષ્ણના દિવ્ય સુખને ભોગવતા થકા કાયમ ગોલોકમાં વાસ કરે છે અને જે પરબ્રહ્મની શક્તિ છે. તે ત્રિગુણી માયાથી સૃષ્ટિ થાય છે. આ રીતે પુરુષોત્તમ નારાયણે પોતાના સ્વરૂપમાંથી ગોલોક અને વૈકુંઠ ધામની રચના કરી.