દાનનાં યોગ્ય પાત્રો - વેંક્ટાચળનાં ચક્રતીર્થ અને જાબલી તીર્થનો મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તીર્થમાં જે દાનપાત્ર છે તે કહું છું. ધર્મવાળા સાધુને, વિદ્યાવાળા મહાત્માને દાન આપવું. બ્રહ્મવેતાને, ગુરુને, ભક્તને, દાન આપવું. હરિકૃષ્ણ ભગવાનની પત્નીઓ સતી, સાધ્વીઓને દાન આપવું. પત્ની, બહેન, પુત્ર, ભાણેજ તે પણ દાનપાત્ર છે. ગુરુપત્ની, ગુરુપુત્ર તથા શિષ્યને દાન આપવું. પ્રત્યક્ષ ભગવાનને અપાયેલું દાન અક્ષયફળ આપે છે. દેવને પૂજારીને ભણાવનાર રક્ષણ કરનાર તે સર્વે દાનપાત્ર છે. નિંદા કરનાર દંભી, ચોરને દાન ન આપવું. હિંસા કરનાર કૃતઘ્નિ, મુર્ખ અને ઈર્ષાવાળાને આપેલા દાન નિષ્ફળ થાય છે. બીજાને દુ:ખ દેનાર નાસ્તિક, કપટી, પાખંડી, સઠ, ખળ, અધર્મી વગેરેને દાન આપવાથી નિષ્ફળ થાય છે. વેંકટાચળ પર્વત પાસે પદ્મનાભ બ્રાહ્મણે વાયુઆહાર કરી બાર વર્ષ તપ કર્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કંભરા ગોપાલપુત્ર પ્રગટપ્રભુ પ્રસન્ન થઈ કહે, હે વિપ્ર તું અહીં વાસ કર. ત્યાં બ્રાહ્મણ પ્રભુની ભક્તિ કરી વાસ કરતો હતો. ત્યાં રાક્ષસ આવ્યો. વિપ્રે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ મારું રક્ષણ કરો. પ્રભુએ આવી ચક્રથી રાક્ષસનું મસ્તક કાપી નાખ્યું. તે ચક્રતીર્થ થયેલું છે. પૂર્વે દૂરાચાર નામે બ્રાહ્મણ ધર્મકર્મથી પડી ગયો તેને વૈતાલ વળગ્યો. તે રખડતો વેંકટાચળ પર્વત પર આવ્યો. ત્યાં જાબલી ઋષિ તપ કરતા હતા તેને બ્રાહ્મણોને તે તીર્થમાં સ્નાન કરાવી મોક્ષ કર્યો. તે જાબલી તીર્થ થયેલું છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રીતે તિર્થોમાં સ્નાન કરવાથી દાન કરવાથી સર્વે પાપ રહિત થઈ મુક્તિ મેળવે છે.