બ્રહ્મા દ્વારા નિર્માણ કરેલી નારી સદા પવિત્ર છે
શ્રીલક્ષ્મી પુછે : હે પ્રભુ, તમારા મુખથી પતિવ્રતાની કથાઓ અને ધર્મ સાંભળ્યા. હવે સ્ત્રીના દેહ સંસ્કારથી પવિત્ર છે કે વિવાહથી તે કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સ્ત્રીઓ સદાને માટે પવિત્ર છે. તે ક્યારે પણ દૂષિત થતી નથી. પૂર્વે ચંદ્ર, ગાંધર્વ, અગ્નિ વગેરે દેવોએ સ્ત્રીઓને ગ્રહણ કરી છે. પછી મનુષ્યોએ ગ્રહણ કરી તેથી સ્ત્રી પવિત્ર જ છે. આઠ વર્ષે ગૌરી, નવ વર્ષે રોહિણી દસથી ચૌદ વર્ષ સુધી કન્યા કહેવાય છે. પછી રજસ્વલા થાય છે. શયન, આસન વાહનશબ સ્ત્રી મુખ, દાભડો, વ્યાતિ ગાય, વત્સ આ સર્વે પવિત્ર છે. અને અગ્નિ સ્વભાવથી પવિત્ર તે રીતે વંશ વધારનાર બ્રહ્માએ નિર્માણ કરેલી નારી સદા પવિત્ર છે. તેમ આપત્કાળે, બળાત્કારે, ચોર વગેરેથી ભોગવાયેલી નારીનો ત્યાગ ન કરવો.
ભાગ્યને ઈચ્છતા પુરુષોએ અન્ન, વસ્ત્ર, આભુષણોથી નારીનો સત્કાર કરવો જેથી દેવો પ્રસન્ન રહે છે. જે ઘરમાં પતિથી પત્ની સંતોષ પામે છે. પત્નીથી પતિ સંતોષ પામે છે. તે ઘરમાં પગલે પગલે કલ્યાણ રહેલું છે. અશ્વ મુખથી પવિત્ર છે, ગાય પુચ્છથી પવિત્ર, સાધુઓ ભગવા વસ્ત્રથી પવિત્ર, સ્ત્રીઓ રજસ્વલાથી પવિત્ર, ધાતુથી ગર્ભપવિત્ર, બાળક જન્મથી પવિત્ર, મંત્ર ઉચ્ચારણથી પવિત્ર, શિષ્યો દિક્ષાથી પવિત્ર, શરીર વ્રતથી પવિત્ર, સંત યતિથી પવિત્ર, પત્ની સ્નાનમાં દૂધ સદા પવિત્ર, ભાવનાથી કન્યા, યુવતી અને વૃદ્ધા પવિત્ર છે.