ભાગ ૧ · અધ્યાય ૧૪૮
પુત્રપ્રાપ્તિ માટે પયોવ્રત વિધિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પયોવ્રતનો વિધિ કહું : ફાગણ સુદ પડવાથી તેરશ સુધી તેર દિવસનું વ્રત કરવું. ત્રણ સમય સ્નાન કરી પૃથ્વીની પૂજા કરવી. બ્રહ્મચર્યવ્રત પાળવું. પ્રભુના ધુન-કિર્તનો કથા-વાર્તા કરવા. ષોડ્શોપચારથી સવારે-સાંજે વિષ્ણુની પૃથ્વીની પૂજા કરી માંગવું કે, પુત્રની ઈચ્છા પૂરી કરજો. પછી પતિમાં શ્રીહરિ રહ્યા છે એમ માની પતિની પૂજા કરવી તથા “હરિકૃષ્ણાય નરનારાયણાય નમો નમ:” આવા જાપ કરવા. આ પયોવ્રત વૈધવ્યપણું આવવા દેતું નથી. તથા પુત્રની પ્રાપ્તિ કરાવી પ્રસન્નતા થાય છે અને મુક્તિ અપાવે છે.