ભાગ ૧ · અધ્યાય ૪૯૨
લક્ષ્મી અને શાંડિલીનો પરસ્પર શાપ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ક્ષીરસમુદ્રમાં શેષ શય્યામાં નારાયણની સેવામાં જમણો પગ લક્ષ્મી દાબતા હતા. ડાબો પગ શાંડિલી દાબતા હતા. લક્ષ્મી કહે, ડાબો પગે મને દાબવા દે. શાંડિલીએ ના પાડી. લક્ષ્મીએ શાપ આપ્યો. અશ્વમુખી થા. શાંડીલીએ શાપ આપ્યો તું ગજમુખી થા. બેય દુ:ખી થઈ નારાયણને પ્રાર્થના કરી. નારાયણ કહે : મારે પણ ધર્મ, રક્ષણ માટે પૃથ્વી પર અવતાર ધારણ કરવો છે. માટે શાંડીલી તું કૃષ્ણની બહેન સુભદ્રા અશ્વમુખી થઇશ. તને અર્જુન પરણશે અને લક્ષ્મી ગજમુખી મહાલક્ષ્મી નામથી પ્રસિદ્ધ થશે અને મને પરણશે.