ભાગ · અધ્યાય ૪૮૬

મનસાદેવીએ ધન્વંતરીથી સર્પોની રક્ષા કરી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નારાયણના અંશ સમુદ્રમાં પ્રગટ થયેલા ધનવંતરીએ એકવાર સૂર્ય ઉપર મંત્ર પ્રયોગ કરી મુર્છિત કર્યા. બીજા સર્પો વાસુકી પાસે જઈ કહે, અમારું રક્ષણ કરો. વાસુકીએ કાલી વગેરે મહાન સર્પોને મોકલ્યા. ધન્વંતરી અને તેના શિષ્યોએ તેને પણ મુર્છિત કર્યા ત્યારે વાસુકી નાગે મનસાદેવીને સંભાળ્યા. દેવી આવી શ્રીહરિને શંભુને સંભારીને દૃષ્ટિમાત્રથી મૂર્છિત પામેલા સૂર્યને જીવતા કર્યા. પછી દેવી કહે તમે સિદ્ધપણાનું અભિમાન તજી દો. એમ કહી મંત્રેલ કમળ ફેંક્યું. ધન્વંતરીએ ત્રીશૂલથી કાપી નાખ્યું. દેવીએ નાગપાસ ફેંક્યું. ધન્વંતરીએ ગરૂડાસ્ત્ર ફેંક્યું. ત્યાં બ્રહ્માંડમાં પ્રલય અગ્નિસમાન ભય વ્યાપી ગયો. ત્યાં શંકર, બ્રહ્મા આવ્યા અને કહ્યું, ધન્વંતરી સર્પોની માતા મનસાદેવીની પૂજા કરો. ધન્વંતરી અભિમાનનો ત્યાગ કરી મનસાદેવીની પૂજા કરી, સ્તુતિ કરી. મનસાદેવીએ પ્રસન્ન થઈ આશિર્વાદ આપ્યા. સર્વે દેવો પોતાના સ્થાનમાં ગયા. આ અધ્યાયની કથા જે સાંભળશે તેને સર્પથી ભય નહીં રહે.