ભાગ ૧ · અધ્યાય ૯૭–૯૮
છ ઋષિપત્નીઓથી કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય
આ અધ્યાય 97–98 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, શંકરના ધાતુને પાર્વતી સહન ન કરી શક્યા. તે અગ્નિ લઇ ગયો તેણે સહન ન થવાથી ગંગા નદીમાં નાખ્યો, તે ગંગા પણ સહન ન થવાથી કાંઠે કાઢી નાખ્યો. ગંગાકાંઠે છ ઋષિ પત્નીઓ નાહીને તાપતી હતી. તેના શરીરમાં શંકરનો ધાતુ પ્રવેશી ગયો. તે કાર્તિક સ્વામી છ માતાના પુત્ર કહેવાયા. ત્યાં પાર્વતીના સ્તનમાંથી દૂધની ધારા છુટી મહાદેવને કહ્યું આ શું ? ત્યાં નારદે આવી સર્વે વૃત્તાંત કહ્યું. શંકર પાર્વતી ગંગા કાંઠે ગયા. પુત્ર રત્ન પ્રાપ્ત કરીને અતિ પ્રસન્ન થયા.
શંકર કહે : આ પુત્ર પ્રતાપી છે. જન્મતાં જ યુવાન. સર્વે દેવોને બોલાવી સેનાપતિ પદે નિયુક્ત કર્યા. તારકાસુરને મારવા માટે સર્વે દેવોએ, ઇશ્વરોએ આયુધો અસ્ત્ર-શસ્ત્ર આપ્યા.