ભાગ · અધ્યાય ૫૦૪

તિલોત્તમા અપ્સરા દ્વારા શંકરને પાંચ મુખ થયા

શ્રીલક્ષ્મી કહે : પ્રભુ, તમારા સ્વરૂપનું ધ્યાન કરે છે તે ભક્તિ અને મુક્તિ મળે છે. સનકાદિકો, શંકર, માર્કન્ડેય, યાજ્ઞવલ્કય, ધર્મ, શેષ, બલી, વિભીષણ, હનુમાન, જાંબુવન, અશ્વત્થામા, પ્રહલાદ, પંચશીખ, દિવોદાસ, અંબરીષ, ઉધ્ધવ વગેરે તમારા ભક્તો તમારી ભક્તિમાં લીન રહે છે. તેમાં શંકરને પાચ મુખ કેમ થયા ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માએ સૃષ્ટી કરી ત્યારે સર્વમાંથી થોડું થોડું તેજ લઇને એક તિલોત્તમા અપ્સરા બનાવીને શંકર પાસે ધૈર્ય જોવા મોકલી. શંકર પરબ્રહ્મના ધ્યાનમાં લીન હોવાથી આસપાસ તેજ મંડળ દેખાતુ. તેમાં આ અપ્સરાનું તેજ દેખાણુ. શંકર કહે, આ શું ? બીજું તેજ ક્યાંથી આવ્યું. આંખ ખોલી તો અપ્સરા જમણી બાજુ ગઇ. શંકરે મુખ ફેરવ્યું નહીં પણ જોવાની ઈચ્છા થઇ એટલે જમણી બાજું મુખ ઉત્પન્ન થયું. અપ્સરા ભયથી પાછળ ગઇ. ત્યાં શંકરે પાછળ મુખ ઉત્પન્ન કર્યું. અપ્સરા ડાબી બાજુ આવી. શંકરને ડાબી બાજુ મુખ ઉત્પન્ન થયું. પછી તે અપ્સરા આકાશમાં ગઇ. ત્યાં શંકરને પાંચમું મુખ ઉત્પન્ન થયું. ત્યાં નારદે પાર્વતીને કહ્યું. પાર્વતીએ શંકરના નેત્રમાં પ્રવેશ કરીને શ્રાપ આપ્યો. મારા મહાદેવની આવિકૃતિ કરી તેની આંખ્યો ઝીણી, દાંત મોટા, નાક ભાંગેલુ થઇ જાવ.

શાપથી તરત તિલોત્તમા કુરૂપ થઇ ગઇ. પછી તિલોત્તમાએ પાર્વતીને પ્રાર્થના કરી. પાર્વતીએ શંકર પાસે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ પતયે સ્વાહા” એ મંત્ર અપાવ્યો અને હાટકેશ્વર તીર્થમાં રહી નાગમતીમાં સ્નાન કરીશ એટલે તને ફરી રૂપ પ્રાપ્ત થશે એમ કહ્યું. પછી તિલોતમાં એ એ રીતે કરવાથી હતી તેવી થઇ. પછી સત્યલોકમાં પિતા બ્રહ્મા પાસે જઇ વાત કરી. બ્રહ્મા કહે, હવે તું સદા અહીં વાસ કર અને તારી કીર્તિ ત્રિલોકમાં ગવાશે અને પૃથ્વી રહેશે ત્યાં સુધી શંકર પાંચ મુખવાળા રહેશે.