ભાગ ૧ · અધ્યાય ૨૧૪
બ્રહ્માના વારાહકલ્પનું વર્ણન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માના દિવસમાં, કલ્પમાં, ચૌદ મનુ થાય. એક હજાર કલ્પોનું એક વર્ષ થાય. એક હજાર ચોકડીનો એક કલ્પ થાય. તેમાં આ વારાહ કલ્પ ચાલે છે. તેમાં સ્વયંભૂ મનુ છે. તેમાં સાતમાં વૈવસ્વત મનુ ચાલે છે. એવા બ્રહ્માના સો વર્ષ થાય ત્યારે વૈરાટ પુરુષનો એક દિવસ થાય. વૈરાટના સો વર્ષ થાય, ત્યારે મહાવિષ્ણુનો એક દિવસ થાય. મહાવિષ્ણુના સો વર્ષ થાય, ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય. પ્રધાન પુરુષના સો વર્ષ થાય, ત્યારે પ્રકૃતિ પુરુષનો એક દિવસ થાય. એવા પ્રકૃતિ પુરુષના સો વર્ષ થાય, ત્યારે સર્વ બ્રહ્માંડોનો લય થાય છે. મૂળમાયા સામ્યાવસ્થા કારણરૂપે અક્ષરપ્રદેશના સીમ ભાગમાં રહે છે.