ભાગ · અધ્યાય ૪૦૭

ખ્યાતિદેવી અને જયંતિના પતિવ્રતા ધર્મનો પ્રભાવ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પતિવ્રતાનો પ્રભાવ કેટલો છે. તે તને કહું. દેવોને, દૈત્યોને વારંવાર યુદ્ધ થતું. તેમાં ક્યારેય દૈત્યોનું બળ વધી જાય ક્યારેક દેવોનું બળ વધી જાય. એકવાર દેવોનું બળ વધતાં દૈત્યો શુકાચાર્ય પાસે ગયા. શુક્રાચાર્ય કહે, તમે રસાતળમાં જાવ હું તપ કરવા જાઉં છું. એમ કહી શુક્રાચાર્ય હિમાલયમાં એક હજાર વર્ષ ઉંધે માથે તપ કર્યું. ત્યારે દૈત્યો પૃથ્વી પર ફરવા આવ્યા. ત્યાં દેવોએ માર્યા. તેથી દૈત્યો ભૃગુ ઋષિના પત્ની પતિવ્રતા ખ્યાતિદેવી પાસે આવી શરણ માગ્યું. ભૃગુ પત્ની ખ્યાતિદેવીએ દૈત્યોને પોતાના આશ્રમમાં વાસ આપ્યો ત્યારે વિષ્ણુ ઈન્દ્ર વગેરે દેવો ભૃગુ આશ્રમમાં દૈત્યોને મારવા આવ્યા. ત્યારે પતિવ્રતાના પ્રભાવથી ભૃગુ પત્ની ખ્યાતિએ ઈન્દ્રને જડ જેવો બનાવીને કહ્યું, કે વિષ્ણુ સહિત તને નાશ કરી નાખીશ. ત્યારે વિષ્ણુએ તરત સુદર્શનચક્રથી ખ્યાતિનું મસ્તક કાપી નાખ્યું. ત્યારે ભૃગુઋષિએ શાપ આપ્યો. સ્ત્રી અવધ્ય છે, આ ધર્મ તમે જાણવા છતા ભંગ કર્યો માટે તમારું પણ મસ્તક કપાસે. તેથી કૃષ્ણરૂપ ગણેશનું મસ્તક શિવના હાથે કપાયું.

પછી ભૃગુ ઋષિએ કહ્યું, જો મેં પત્નીવ્રતા ધર્મપાલન કર્યો હોય તો મારી પત્ની સજીવન થાય. તરત જ ખ્યાતિ જીવતા થયા. સર્વે આશ્ચર્ય પામ્યા. પણ ઇન્દ્રને શાંતિ ન થઈ તેથી પુત્રી જયંતિને કહ્યું, કે તું શુક્રાચાર્ય તપ કરે છે તેની પાસે જઈ તેનું તપ બંધ કર. જયંતિ શુક્રાચાર્ય પાસે આવી નમ્રભાવે સેવા કરી પત્ની થઈને રહી. હજાર વર્ષ તપ કરી શંકરને કહે તમે પ્રસન્ન કેમ થતા નથી. પતિવ્રતાના પ્રભાવથી તમને બાળી મુકીશ. તરત શિવ પ્રગટ થઈ કહે, તારા પતિ શુક્રાચાર્ય દેવોના નાશ માટે તપ કરે છે. જયંતિ કહે, બન્ને સારું થાય તેવું કરો. પછી શંકરે શુક્રાચાર્ય પર પ્રસન્ન થઈને સંજીવની વિદ્યા આપી. પછી શુક્રાચાર્યને દેવયાની પુત્રી થઈ. દૈત્યો સર્વે શુક્રાચાર્ય તપમાં હોવાથી બૃહસ્પતિને ગુરુપદે માન્યા તેથી શુક્રાચાર્યે આવી દૈત્યોને શાપ આપ્યો કે, તમે દેવોથી વારંવાર પરાભવ પામશો.