પતિવ્રતા કુમુદાએ ચંદ્રની રક્ષા કરી ❖ ઋતુદાન સમજણ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ચંદ્રપત્ની રોહિણીએ નર્મદા કાંઠે તપ કર્યું. શ્રીકૃષ્ણનારાયણ પ્રસન્ન થઈ બોલ્યા શું ઈચ્છા છે ? રોહિણી કહે, પ્રભુ એક તમારી ભક્તિ આપો. બીજુ વરદાન ચંદ્રની સર્વ પત્નીમાં હું ચંદ્રને વિશેષ પ્રિય થાઉં. પ્રભુ કહે, તથાસ્તુ. રોહિણીના બે સ્વરૂપ કરી એક સ્વરૂપ વૈકુંઠ ધામમાં લઈ ગયા. બીજુ સ્વરૂપ ચંદ્રને આપ્યું. ચંદ્રની બીજી પત્ની કુમુદા તેનો પુત્ર અમૃત તે દેવોએ ગ્રહણ કર્યો. દૈત્યોએ ચંદ્ર પાસે અમૃતની માંગણી કરી. ચંદ્રે ના પાડી. દૈત્યોએ ચંદ્રને સ્વર્ગથી નીચે પછાડ્યો. ચંદ્ર પત્ની કુમુદા કહે, જો હું પતિવ્રતા હોઉં તો દૈત્યો ભસ્મ થાવ. દૈત્યો બળી ભસ્મ થયા. શુક્રાચાર્યે આવી સજીવન કર્યા અને કુમુદાને પગે લાગ્યા. કુમુદાએ પોતાના સામર્થ્યથી ચંદ્રને ફરી સ્વર્ગમાં સ્થાપિત કર્યા.
નર્મદાકાંઠે વાસ કરતા સુવર્ણ ઋષિને તેની પત્ની પુરુહુંતા કહે, પુત્ર માટે મને ઋતુદાન આપો. પુત્ર વિના પિતૃઓની ગતિ નથી. તેથી આજે પૂર્ણિમાના દિવસે ગર્ભદાન આપો. ઋષિ કહે, વ્રત અને પૂર્ણિમાના દિવસે મૈથુન કરનારાનું માસ પિતૃઓ ખાય છે તથા હજાર વર્ષ કરેલું તપ નષ્ટ થાય છે. આ પર્વમાં નર્મદામાં નાહીને ચાંડાલ પણ સ્વર્ગમાં જાય છે. તે મને ધીક્કારે છે કે તારું તપ નિષ્ફળ જાય છે. બોલ તને આ ધર્મ દેખાતું હોય તો ઋતુ દાન કરું. ત્યાં એક ભીલડી આવી કહે, ઋષિ તમને ધીક્કાર છે. તે સ્નાન, જપ, હોમ, સ્વાધ્યાય, પૂજન, યોગ આ સર્વ કર્યું નથી, એક તપ કર્યું છે તેથી તારું સર્વ તપ નિષ્ફળ થશે. ઋષિ કહે, તું કોણ છો? ભીલડી કહે, હું પૂર્વજન્મમાં નૈમિષારણ્યમાં પ્રિય પત્ની હતી. ઋતુકાલે પુત્ર માટે પૂર્ણિમાના દિવસે મેં પતિ પાસે ઋતુદાન માગ્યું. વિપ્ર કહે, પૂર્ણિમાને દિવસે અયોગ્ય માંગણી કરે છે. તેથી તું નિષ્યાદી ભીલડી થઈ જા. મેં પણ શાપ આપ્યો. તમે પણ નિષાદ થાવ. હે ઋષિ, અમે બન્ને આ નર્મદા કાંઠે જંગલી ભીલ થયા છીએ. આજે પૂર્ણિમાના દિને નર્મદામાં નાહીને લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળીને વૈકુંઠધામમાં જવુંતું પણ તપની સાથે શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરજે તો તારું તપ સાર્થક થશે.
તે ભિલડીનું વાક્ય સાંભળી ઋષિ પત્ની પુરુએ સુવર્ણ ઋષિને પગે લાગી માફી માંગી. ઋષિ કહે, આ સનાતન ધર્મ છે કે પવિત્ર પર્વ ને દિવસે તથા વ્રતને દિવસે પત્નીને પુત્ર માટે અથવા રજોગુણથી ઋતુદાન મૈથુન ન કરવું. પછી તે દંપતી શ્રીકૃષ્ણનારાયણના ભજન કરી અંતે વૈકુંઠ ધામમાં ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ તને ઋષિનો ધર્મ અને જ્ઞાન કહ્યો. તે સાંભળીને શ્રોતાઓને પણ ધર્મજ્ઞાન વૃદ્ધિને પામશે.