કંસારી દ્વારા પિપ્લાદનો જન્મ - શનિદેવનું પિપ્લાદને વરદાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સરસ્વતી નદી કાંઠે વશિષ્ટ અરુંધતી આશ્રમ બાંધી વાસ કરતા હતા તથા તેની સાથે દેવશર્માની ધારા નામે કન્યા રહેતી હતી. વિશ્વામિત્રએ રાગદ્વેષથી સરસ્વતી નદીનું પાણી મંત્રબળથી લોહી જેવું બનાવી દીધું તેથી સર્વદેવો પુષ્કર તીર્થમાં ગયા. સરસ્વતી નદીએ વશિષ્ટને કહ્યું. ભૂતપ્રેતને ઉપયોગમાં આવે એવું મારું પાણી થવાથી દેવો મને તજી ગયા છે. વશિષ્ટ યોગકળાથી નદીના તળીયે બેસી ગયો એટલે તરત જ નદીનું પાણી શુદ્ધ થયું. બીજો પાણીનો પ્રવાહ થઇ વહેવા લાગ્યો. ત્યાં સાબરમતી નદીએ યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાની બહેન બ્રહ્મચારીણી કંસારી સાથે તીર્થ કરવા આવ્યા. સાબરમતી નદી કાંઠે વાસ કર્યો. રાત્રે યજ્ઞવલ્ક્ય ઋષિને સ્વપ્નદોષ થવાથી કોપીન કાઢી બીજુ વસ્ત્ર પહેરી સુતા. થોડીવાર પછી બહેન કંસારી ઋતુધર્મમાં આવી અને ઉઠી. અજાણતા કોપીનથી સાફ કરી ફરી સૂતી. સવારે ઋષિ જાગી કહે, મારી કોપીન અહીં રાખી હતી તે ક્યાં ? કંસારી કહે, તે હું નદીએ ધોઇ આવુ એમ કહી ધોવા ગઇ. શંકા ગઇ. એક માસ પછી રજસ્વલા ન થવાથી ભાઇને કહ્યું, હું બીજા તીર્થમાં જાઉં છું. પછી પાર્વતી પાસે આવી વ્રત કરી પ્રસન્ન કર્યા. પાર્વતી કહે પુત્રી ગર્ભનું રક્ષણ કર. એમ કહી પેટે હાથ ફેરવી પુત્ર પ્રસવ કરાવ્યો. કંસારી પુત્રને કપડામાં વીટી પીપળા નીચે મુકી કહે, તમે વિષ્ણુરૂપ છો, મારા પુત્રનું રક્ષણ કરજો. એમ કહી રોવા લાગી. ત્યાં માનસી ષષ્ટીદેવી આવી કહે, મને પાર્વતીએ મોકલી છે. તારા પુત્રનું રક્ષણ હું કરીશ તું રોમા. ત્યાં આકાશવાણી કહે આ બૃહસ્પતિ તારા ઉદરમાં અંશરૂપે આવ્યા છે તે પીપળાનો રસ, મધ પીને મોટો થશે. તેથી પિપ્લાદ નામથી પ્રસિદ્ધ થઇને શાસ્ત્રને વિસ્તારસે. પછી કંસારી પુત્રને સ્તનપાન કરાવી ચુંબન કરી જતી રહી.
વનમાં તપસ્વીઓને ઋષિઓને ખબર પડી કે, દૈવી બાળક પીપળા વૃક્ષ નીચે સૂતો છે, બધા દર્શન કરવા આવ્યાં. કેટલાકને દેખાય, કેટલાકને ન દેખાય. વાત સાંભળી યાજ્ઞવલ્ક્ય ઋષિ આવ્યા. પોતાના જેવા રૂપગુણવાળો પુત્ર જોઇને આશ્ચર્ય પામ્યા. બાળક બોલ્યો પિતા નમસ્કાર. ત્યાં ઋષિ પત્ની કાત્યાયની મૈત્રેયી તથા બહેન કંસારી આવ્યા. પિપ્લાદ મંત્ર જપ કરવા લાગ્યો. “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” સાંભળીને માતા કંસારી કહે, પુત્ર મારી મુક્તિ કર જેથી હું લોકમાં નિદાને પાત્ર ન થાઉ. પિપ્લાદે શ્રીહરિને સંભાર્યા. પ્રભુ આવ્યા. કંસારીને મંત્ર આપી વિમાનમાં બેસાડી ધામમાં લઇ ગયા. યાજ્ઞવલ્ક્ય ઋષિ આશ્ચર્ય પામ્યા પછી ષષ્ટી દેવીએ પુત્રની જન્મની વાત કરી. વૃતાંત જાણી યાજ્ઞવલ્ક્ય પોતાને આશ્રમે ગયા પછી નારદ આવી કહે, આ વનમાં તુ નિર્ભય રહે છે. તો કેનો પુત્ર છો. પિપ્લાદ કહે, આ પીપળો મારો પિતા-માતા મારી ષષ્ટી દેવી બીજુ હું કંઇ જાણતો નથી.
નારદ કહે, તુ બ્રહ્મસ્પતિ છો. પૂર્વે તે તારા ભાઇ ઉતથ્યની પત્ની ભોગવી તેથી તું મનુષ્ય થયો છું. પછી નારદે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” એ મંત્ર આપી કહ્યું, તુ મહાન શાસ્ત્રવેતા થઇશ. પિપ્લાદ કહે, મને વનમાં વાસ અને માતાનો વિયોગ કેમ થયો. નારદ કહે તારા જન્મ સમયે શનિ ગ્રહની દૃષ્ટિ તારા પર હતી. તે શનિ સામુ જોયુ તો શનિ નીચે પડ્યો. નારદ કહે, તું બાળક સામે જોતો નહીં. પિપ્લાદને કહ્યું, ક્રોધ કરીશ નહીં. ગ્રહ, ગાય, રાજા, બ્રાહ્મણ, સંત આ સર્વે પૂજ્ય છે અને શનિની ક્રૂર દૃષ્ટિ જેની પર પડે તે નાશ પામે છે. પછી પિપ્લાદે શનિની સ્તુતિ કરી કે, કાળા વર્ણવાળા રુદ્રરૂપ ભષ્મ કરનારા તને નમસ્કાર. આ સ્તુતિ સાંભળી શનિ પ્રસન્ન થયા. શનિ કહે, બાળક વરદાન માંગ. પિપ્લાદ કહે, તમારે આઠ વર્ષ સુધીના બાળકને પીડા કરવી નહીં. તમારી દૃષ્ટિ જેની પર હોય તે દર શનિવારે તમને તેલ ચડાવે તેને પીડા કરવી નહીં. જેને સાત વર્ષની પનોતી હોય તે તમારા વારે તલનું, લોઢાનું દાન આપે તેને પીડા કરવી નહીં. શનિ કહે, તથાસ્તુ. પછી યાજ્ઞવલ્ક્ય આવી પિપ્લાદને ઉપવિત આપી. વેદનો અભ્યાસ કરાવ્યો. તે પિપ્લાદ મહાન શાસ્ત્રવેતા અને યોગી થયો. આ કથા વાંચશે, સાંભળશે તેનું સર્વે પાપ નષ્ટ થશે અને મહાન ભક્ત થશે.