ભાગ · અધ્યાય ૧૪૯–૧૫૨

સ્વર્ણરેખા નદી તીર્થ ❖ વ્રત, દાન અને તીર્થોનો મહિમા

આ અધ્યાય 149–152 સંયુક્ત છે

બલીએ યજ્ઞ કરવાથી વામનજીએ સ્વર્ણરેખા નદી તીર્થ રૂપે કરી. તેમાં સ્નાન કરવાથી ભોજરાજાની પત્નીને સાત જન્મનું જ્ઞાન થયું. તથા સારસ્વત વિપ્રે ભોજરાજાને યાત્રામાં જવા માટે શુભ-અશુભ નક્ષત્રો જોઇને મંગલ પ્રયાણ કર્યું.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તીર્થમાં ગયેલાઓએ એકાદશી, પુનમ, અમાસ, પર્વના, અવતારોના જન્મના દિવસોમાં તથા એકાદશી પૂનમ અમાસે દાન કરવા. અન્ન, વસ્ત્ર, વાહન, ગાય, છત્ર, જોડા, પુસ્તક વગેરેના દાન કરવા. દાન ગ્રહણ કરનારાએ પણ વિચારીને દાન ગ્રહણ કરવું. દાન લેનારા પોતાના તપ પુણ્યને ઓછું કરે છે. અથવા દાનના બદલામાં તેટલા વધારાના જપ, તપ, નિયમ-વ્રત કરવા. તેથી દાન લેનારા અને દેનારા બંને પરબ્રહ્મની પ્રસન્નતા થાય છે અને પ્રભુની ભક્તિ અને મુક્તિના ભાગીદાર થાય છે.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તીર્થોમાં જનારાઓએ તીર્થમાં એકવાર જમવું. શરીરથી, વાણીથી, મનથી પવિત્રપણે રહી બ્રહ્મચર્ય પાળવું. તીર્થમાં દિવ્યતા રાખવી. ભુખ્યાને અન્ન આપવામાં પરીક્ષા ન કરવી. તીર્થોમાં માયાના સર્વે દુર્ગુણોનો ત્યાગ કરવો. પ્રભુના નામ- સ્મરણ ભક્તિ વિના સમય વ્યર્થ જવા દેવો નહીં. કોઇની નિંદા, રાગદ્વેષ કરવા નહીં તો તીર્થયાત્રાનું ફળ પૂરું મળે છે. તીર્થમાં સાધુ-સાધ્વી, વિપ્રોને, અનાથ, ગરીબોને શક્તિ પ્રમાણે જમાડવા. ચાતુર્માસમાં તીર્થો વિશેષ કરવા તથા ચાતુર્માસમાં વ્રત નિયમો વધારે પાળવા તથા એક માસ સુધી કૃચ્છ્ર ચાંદ્રાયણો કરવા. અમાસથી એકગ્રાસથી પુનમ સુધી વધતા (1પ) પંદર ગ્રાસ પૂનમથી એકગ્રાસ ઘટતા અમાસ સુધી ઘટતા અમાસે એક ગ્રાસ. અથવા પૂનમથી ચાલુ કરે તો પ્રથમ ગ્રાસ ઘટીને પછી વધારવા. તે કૃચ્છ્ર ચાંદ્રાયણ કહેવાય છે. તથા બાર દિવસનું વ્રત કરવું. ઉપવાશે બાર દિવસ દૂધ પીને રહેવું તે દૂધકૃચ્છ્ર, દહીકૃચ્છ્ર, ફલકૃચ્છ્ર, જલકૃચ્છ્ર, તુંડલકૃચ્છ્ર, પુષ્પકૃચ્છ્ર, બીજકૃચ્છ્ર, તીલકૃચ્છ્ર, ચણકકૃચ્છ્ર, સકતુકૃચ્છ્ર, આ સર્વે કૃચ્છ્ર વ્રતો કાર્તિક માસમાં કરવા. તે વ્રતો ભુક્તિ-મુક્તિ માટે કરવા.