ભાગ · અધ્યાય

સૃષ્ટિઓ અને ચૌદલોકની રચનાના દર્શન

શ્રીનારાયણ કહે : વૈરાટના નાભી કમળમાંથી બ્રહ્મા થયા. તેમણે ચારેબાજુ જોયું. પાણી-પાણી કમળના નાળમાં ચાલ્યા ચાર હજાર યુગ સુધી અંત ન આવ્યો. પાછા વળ્યા. મૂંઝાણા ત્યાં આકાશવાણી થઇ તપ કરો, જ્ઞાન થશે. તપમાં બેઠા જ્ઞાન થયું સૃષ્ટિ માટે મારો જન્મ છે. ત્યાં કેવી સૃષ્ટિ કરવી એવો વિચાર થતાં નારાયણની મૂર્તિ દેખાઇ તેમાં પૂર્વેની સૃષ્ટિઓ અને ચૌદલોકની રચનાના દર્શન થયા.

બ્રહ્મા હથેળીમાં આભલું દેખે તેમ સર્વે દેખીને નારાયણની સ્તુતિ કરવા લાગ્યા કે, હે મુક્તોએ પૂજેલા અવતારોએ પૂજેલા ઇશ્વરોએ સેવેલા અક્ષરમાં નિવાસ કરનારા અનેક સ્વરૂપને ધારણ કરનારા તમને નમસ્કાર. સર્વેના અંતર્યામિ અન્વય છતાં વ્યતિરેક સ્વરૂપે રહેલા તમને નમસ્કાર. અનેક દિવ્ય ગુણવાળા માનવરૂપે રહેલા મુક્તોને આનંદ આપનારા તમને નમ: બ્રહ્માએ સ્તુતિ કરી ત્યાં વૈરાટના હૃદયમાં વિષ્ણુ પ્રગટ થયા.