ભાગ · અધ્યાય

શ્રીહરિએ મુક્ત-ઇશ્વર-જીવ આદિક સૃષ્ટિનું સર્જન કર્યુ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ભક્તનો ભગવાનમાં લીન ભાવ થવો તેમાં મારી કૃપા જ કારણ છે. શ્રીહરિએ મુક્તસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, જીવસૃષ્ટિનું સર્જન કર્યું. તેમાં આત્મા છે તે ઇન્દ્ર છે. અંત:કરણ તથા ઇન્દ્રિયો છે. તે આત્માની શક્તિ છે. તે શક્તિ પદાર્થોમાં જાય તો બાહ્યાકાર થાય. પાછી વાળીને આત્મામાં સ્થિર કરે તો આત્મામાં રહેલો પરબ્રહ્મ હું સાક્ષાત્કાર થાવ છું. આત્મા મારા યોગથી પૂર્ણ શક્તિવાળો થઇ, પૂર્ણ સ્નેહવાળો થઇ, મારામાં લીન થાય છે, મારા સર્વ બ્રહ્માનંદ રસને ભોગવે છે.

હું પરબ્રહ્મ એક જ છું. બ્રહ્મને સેવા કરવાની ઈચ્છા થઇ બે સ્વરૂપે થયા. એક સ્વરૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં, બીજે સ્વરૂપે અક્ષર બ્રહ્મધામરૂપે મુક્તોને ધરી રહેલા છે. તે મુક્તો પણ મારી મૂર્તિમાં વાસ કરે છે તે મુક્ત સૃષ્ટિ સર્વે અંગો હોવા છતાં છ કોશથી રહિત, રતિવાસથી રહિત દિવ્ય શરીરવાળા થઇ પરબ્રહ્મના આનંદને ભોગવે છે. તે સર્વેમાં મારી કૃપા જ કારણ છે.