ભાગ ૧ · અધ્યાય ૨૭૦
પાંચમની તિથીએ કોનું પૂજન કરવું ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્રી પાંચમે મત્સ્ય ભગવાનની પૂજા કરવી. વૈશાખી પાંચમે શેષનારાયણની પૂજા કરવી. જેઠ પાંચમે પિતૃપૂજન કરવું. અષાઢે પાંચમે વાયુ પૂજન કરવું. શ્રાવણ વદ પાંચમે અન્નપૂજન કરવું. ચોથ સાંજે સર્વે અન્નપાણીમાં પલાળી સવારે સૂર્યોદય સમયે દેવોને પીતૃઓને ધરવા. શ્રાવણ પાંચમે ઇન્દ્રાણીની પૂજા તથા નાગપૂજા કરવી. આશ્વિનકૃષ્ણ પાંચમે ગોપાલકૃષ્ણની કુંકુમવાપીમાં પૂજા કરવી. આશ્વિન સુદ પાંચમે કંભરાલક્ષ્મી પ્રગટ્યા. તે લલિતાલક્ષ્મીનું વ્રત પૂજન કરવું. કાર્તિક પાંચમે જયા પૂજન કરવું. માગશર પાંચમે નાગપૂજન કરવું. પોષ પાંચમે શ્રીકૃષ્ણનું પૂજન કરવું. માઘમાં પાંચમે વસંત ઉત્સવ કરી શ્રીકૃષ્ણનું પૂજન કરવું. ફાગણ પાંચમે કંભરાલક્ષ્મીનો જન્મોત્સવ કરી મહાલક્ષ્મીનું પૂજન કરવું.