ભાગ ૧ · અધ્યાય ૧૫૫
અલક્ષ્મી કલહાનું નિવાસસ્થાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બલીરાજાની પત્ની સંધ્યાવલીએ વિષ્ણુપત્ની મહાલક્ષ્મીને કહ્યું. મારા પતિનું સર્વે લઇ લીધું તેમ તારે પણ સમુદ્રમાં જવું પડશે. તે સમુદ્રમંથન સમયે લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી કલહા તે શાપરૂપે બહાર આવી. વિકરાળ બિહામણા વેશવાળી દેવ-દૈત્યો કોઇએ ગ્રહણ ન કરી. તે ઉદ્રાલક ઋષિને આપ્યા. તે અલક્ષ્મી દરિદ્રતાનું પ્રતિક છે. જે આળસુ, અપવિત્ર હોય, અધર્મી, નાસ્તિક હોય, નિંદા, હિંસા કરતો હોય, ચોરી કરતો હોય, કપટ, છેતરામણી કરતો હોય, તમો ગુણી હોય જેને ત્યાં સવાર-સાંજ પ્રભુ પાસે દીવા-ધૂપ ન થતા હોય ત્યાં આ અલક્ષ્મી કુટુંબમાં નિવાસ કરી પરસ્પર કલેશ કરાવે છે.