ભાગ · અધ્યાય ૫૬૭

તીર્થમાં મૃત્યુ પામનાર જીવાત્મા મોક્ષને પામે છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તીર્થમાં કોઇનું મરણ થયું હોય તો તે વિષ્ણુલોકને પામે છે. પૂર્વે એક માછીમાર કોકામુખ તીર્થમાં માછલા મારતો. તેમાં એક માછલું છટકી ગયું. તેને બાજ પક્ષીએ પકડીને મારી નાખ્યું. તેનું મરણ કોકામુખ તીર્થમાં થયું. તેથી બીજે જન્મે રાજકુમાર થયો. માછીમારની પત્ની માંસ વેચતી. તે માંસનો કટકો ખાવા સમડી આવી. માછીમારની પત્નીએ લાકડી સમડીને માથામાં મારી તેથી મરીને બીજે જન્મે રાજકન્યા થઈ. બંનેને પૂર્વજન્મની સ્મૃતિ હોવાથી કોકામુખ તીર્થમાં આવ્યા. ત્યાં પ્રભુના દર્શન કરી અનેક પ્રકારના દાન આપી રાજ્યમાં આવ્યા. અંતે શ્વેતદ્વિપ ધામમાં તીર્થના દર્શન કરી સ્નાન કરી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળીને ભક્તિ પરાયણ થઈને ભગવાનના ધામમાં ગઇ.