પાંચાલ દેશના રાજા દાદક અને તેની બહેનો જીવંતી અને લાવણવંતીની કથા - ઉન્મત્તગંગા કાંઠે દુર્ગપુરમાં દાદક રાજા દ્વારા ગોપીકૃષ્ણના મંદિરનું નિર્માણ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સ્વયં હું વક્તા ને શ્રોતા તુ તુલસી છે. એવી આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા જે બે માસ સાંભળે છે. તે મોક્ષને પામે છે. શ્રીકૃષ્ણના મુખથી રાધાજીએ સર્વે પતિવ્રતાના ધર્મો સાંભળ્યા તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ કાશીમાં કુંકુમવાપીમાં, બદ્રીમાં ત્યાં સર્વે ધામોમાં તથા સર્વે સૃષ્ટિમાં આ પતિવ્રતાની ભક્તિનું પાલન કરાવીને નરનારીઓને સુખી કર્યા. પાંચાલ દેશમાં નિર્ભય વર્મા, રાજા તપસ્વી વૈષ્ણવ ધર્મીષ્ટ હતા. તેને દાનક નામે પુત્ર ભક્તિવાળો, ગોપીનાથ પારાયણ રહેતો. જ્યાં ઉનમંત ગંગા વહેતી ત્યાં બે પુત્રીઓ રાધા લક્ષ્મી સમાન જીવંતી ને લાવણવંતી તે પ્રત્યક્ષ હરિકૃષ્ણની ભક્તિ પારાયણ હોવાથી હાથોહાથ પ્રભુ તેની સેવા અંગીકાર કરતા. બન્ને બહેનો બ્રહ્મચર્યનું પાલન કરી શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરતી.
એકવાર દાનક રાજા ગીરના વનમાં તુલશીશ્યામ યાત્રા તીર્થમાં ગયા. ત્યાં વનમાં રાજાએ સો જેટલા સિંહો અને વાઘ જોયા. ભયથી વૃક્ષ પર ચડી ગયા. સિંહો વૃક્ષ પાસે આવ્યા. પછી રાજાએ બાણથી એક સિંહને વીંધીને મારી નાખ્યો. ત્યાં બીજા સર્વે સિંહો તપસ્વી મનુષ્યરૂપે થયા અને રાજાને કહ્યું, અમે રૈવતાચળમાં તપસ્વી ઋષિ છીએ. હે રાજા, તું અમને મારીશ નહીં. રાજા સાંભળીને ઘણો શોકવાળો થયો. અરે મેં ઋષિની હત્યા કરી. તીર્થમાં આ પાપનું પ્રાયશ્ચિત શું કરવું ? એમ કહીને ઋષિઓના પગમાં પડ્યો. ઋષિ કહે, રાજા તું ધર્મીષ્ટ ભક્તિવાળો છે, તેથી તને ક્ષમાં આપી છે. અમે સર્વે સમર્થ છીએ. એમ કહી તીર્થનું ગરમ પાણી લાવીને છાંટ્યું. તરત જ ઋષિ જીવતા થયા. રાજાએ સર્વેની પૂજા કરી ઋષિ ગયા પણ રાજાને મનમાં ડંસ રહ્યો. ત્રિવેણીમાં સ્નાન કરી સોમનાથ દર્શન કરી પ્રાચી પીપળે આવ્યો. ત્યાં શ્રીપ્રીત મુનિના આશ્રમમાં સેવા કરી. સાધુ સેવાથી પાપ નષ્ટ થાય છે. દર્શનથી પુણ્ય થાય છે. ચરણ સેવાથી લક્ષ્મી મળે છે. રાજીપાથી મોક્ષ મળે છે. સંતચરણ ધોઇને પાણી પીવાથી બ્રહ્મહત્યાદિ નાશ પામે છે. તેવી રીતે દાનક રાજાના પાપ નાશ પામ્યા તો પણ યમદૂતો આવ્યા. દાનકે તરત જ શ્રીકૃષ્ણનારાયણને સંભાળ્યા.
હરિકૃષ્ણ ભગવાને પોતાના પાર્ષદોને કહ્યું, દાનકની રક્ષા કરો. પ્રભુના પાર્ષદોએ વનમાં દાનક રાજાની યમદૂતોથી રક્ષા કરી, પછી પ્રભુ પ્રગટ થઈ પ્રસન્ન થઈને કહે માગ શું જોઈએ ? રાજા કહે, તમારી ભક્તિ અને સેવા. પ્રભુ કહે હું તારે ત્યાં સદાવાસ કરી નારાયણસ્વામી નામે પ્રસિદ્ધ થઈશ. એકાંતિક ધર્મને ભક્તિનું સ્થાપન કરીશ. તારી બન્ને બહેનો છે, તે મારી રાધા-લક્ષ્મીનો અવતાર થશે અને તું મહા ભાગવતભક્ત થઈશ અને સાધુનો સેવક થઈશ. એ પ્રમાણે કૃપા આશિર્વાદ આપીને અદૃશ્ય થયા. રાજા પોતાના રાજ્યમાં આવી કૃષ્ણનારાયણની ભક્તિ પરાયણ થઈને સાધુની સેવા કરતો પછી પોતાની સર્વે સંપત્તિ, રાજ્ય, દરબાર દાનમાં આપી. ગોલોક સમાન મંદિર બનાવીને તેમાં ગોપીકૃષ્ણ પધરાવ્યા. જે રાજાના દરબારમાં પ્રભુ નારાયણસ્વામી સદાવાસ કરીને રહ્યા તથા તે રાજાની બન્ને બહેનો જીવંતી-લાવણ્યવતીએ પતિવ્રતા ભક્તિથી શ્રીહરિની સેવા કરી અલૌક્કિ સુખ પ્રાપ્ત કરતા હતા. તે ભાઇ-બહેન ત્રણેય ભગવાન શ્રીહરિના સર્વે કામકાજ કરતા હતા. ઉત્સવોમાં સાથે જ રહેતા હતા. સર્વેને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” આ મંત્રનો જપ કરાવી વૈષ્ણવ બનાવીને વૈકુંઠ ગોલોકને અક્ષરધામમાં મોકલતા હતા.
નારદજીએ એક વખત સર્વે વૈષ્ણવોને ધામમાં જતા જોઇને પુજ્યા. એકવાર યમપુરીમાં જઈ દાનકે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર, જપ, ભજન કરાવી, યમપુરી ખાલી કરી. તેથી નારદે પૂછ્યું ત્યારે સર્વે જીવોએ કહ્યું દાન કે મંત્ર, જપ, કરાવી યમપુરી ખાલી કરી. તેથી નારદને યમ શ્રીહરિ પાસે આવ્યા અને કહ્યું, ભગવાન પાપી માટે તો યમપુરી છે. આ તમારો ભક્ત યમપુરી ખાલી કરે છે. શ્રીહરિ કહે, યમરાજ નારદ સાંભળો. જેના મુખમાંથી શ્રીહરિકૃષ્ણનારાયણ એવા નામનો ઉચ્ચાર થાય તેને જમપુરી ભોગવવી પડતી નથી. આવા કૃપાળુ શ્રીહરિ દુર્ગક્ષેત્રમાં વાસ કરી ઉન્મત ગંગામાં સ્નાન કરી વાસ કરી, દર્શન ઉપદેશ આપી, અનેકનો ઉદ્ધાર કરી પરમધામમાં વાસ આપે છે. આ કથા કોઇ વાંચશે, સાંભળશે તે પણ પરમપદને પામશે.