ગૃહસ્થધર્મ વર્ણન
શ્રીનારાયણ કહે : જગતની શિક્ષા માટે પત્નીવ્રત પુત્રને બ્રહ્મચારિણી દીક્ષા ઉપવિત આપી વેદનો, શાસ્ત્રોનો અભ્યાસ, પરબ્રહ્મની ઉપાસના, ભક્તિ, સ્નાન, સંધ્યા, નારાયણ, ગાયત્રી જપ, વિષ્ણુ પૂજન, વૈશ્વદેવ, નૈવૈદ્ય વગેરે સત્કર્મ પૃથ્વી પર પ્રવર્તાવ્યા પછી પતિવ્રતા નામે કન્યા સાથે લગ્ન કરાવી ગૃહસ્થ ધર્મ કહ્યા. શરીર બે, આત્મા, મન એક તે ગૃહસ્થધર્મ. કાર્યમાં પરસ્પર એકબીજાના સુખ-દુ:ખમાં સહભાગી થવું તે ગૃહસ્થધર્મ. જ્યાં રમણી પૂજાય છે, ત્યાં દેવોનો વાસ થાય છે. જ્યાં રમણી સંતોષ પામે છે ત્યાં સંપત્તિ રહે છે. પત્ની છે તે પતિની છાયા છે. પતિને જમાડીને જમે છે, સૂવાડીને સૂવે છે, ભુખ-તરસ સહન કરી ગૃહકામ કરે છે, તેવી પત્ની રાધા, રમા, જયા, પદ્મા, શારદા, સરસ્વતિતુલ્ય છે. તેને ક્યારે પણ તાડન કરવું નહિ. શારીરિક રોગ અથવા ખોટ હોય તો પણ કડવા વચનોથી તીરસ્કાર કરવો નહીં. તેમ પાલન કરવાથી પતિ કહેવાય છે.