બ્રહ્મા દ્વારા સૃષ્ટિસર્જન અને સત્યુગ વર્ણન
આ અધ્યાય 37–39 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : બ્રહ્માએ સૃષ્ટિસર્જન માટે તપ કરી પહેલે દિવસે સૃષ્ટિ રચી ત્યારે પહેલા સત્યુગમાં સર્વ બ્રાહ્મણો સંસ્કૃત ભાષી હતા તેમજ ખાવાનું પણ બધાને દિવસમાં એકવાર જ દૂધ અને ફળ. સર્વે પુરુષો સોળ વર્ષના. સ્ત્રીઓ બાર વર્ષની. બ્રહ્મયજ્ઞ કરનારા, વિકારે રહિત. રજસ્વલારહિત ઈચ્છારૂપ ધારણ કરી ચૌદ લોકમાં ગતિ કરનારા હતા ત્યારે વર્ણ આશ્રમ નહીં, બાળવૃદ્ધાપણું નહીં, ખેતરવાડી નહીં, નદી તળાવ પર્વત ગુફામાં વાસ કરી તપ કરનારા હતા. તે બધાને શ્રીહરિમાં પ્રેમભક્તિ હતી. તપસ્વી થઇને મુક્તોની જેમ વિચરતા. તેઓનું ભાગ્ય સ્વયં શ્રીહરિ હતા.
શ્રીનારાયણ કહે : બ્રહ્માની આ પહેલી સૃષ્ટિ માનસ સંકલ્પવાળી હતી. 88,000 ઋષિઓ તથા 60,000 વાલ્ખીલ્યો તથા વસિષ્ટ, વિશ્વામિત્ર, પુલહ, પુલત્સ્ય, કૃતુ, ભૃગુ, અંબરીશ, કશ્યપ, વગેરે લાખો ઋષિઓથી આ સૃષ્ટિ ભરેલી હતી. તે બધા માનસ સૃષ્ટિવાળા હતા. બ્રહ્મચર્યપરાયણ તપસ્વી હતા. ત્યારે ગોપાલકૃષ્ણ કંભરાલક્ષ્મી દંપતી ઋષિ હતા.
શ્રીનારાયણ કહે : મહરલોક, જનલોક, તપલોકમાં પણ પિતૃઓની માનસસૃષ્ટિ હતી. લાખો ઋષિઓનાં કોઇ અનેક પ્રકારના યજ્ઞો કરનારા, કોઇ કર્મકાંડ કરનારા, કોઇ તપ કરનારા, કોઇ વેદશાસ્ત્રનો અભ્યાસ કરનારા હતા. તેથી તે ઋષિઓ તે શાખાવાળા થયા તથા દક્ષ પુત્રો શબલાશ્વા તથા હર્યશ્વા તે પણ તપ કરીને સત્યલોકમાં ગયા. આ રીતે બ્રહ્માના પહેલે દિવસે આદિ સત્ય યુગમાં માનસી સૃષ્ટિ તપ કરનારી હતી.