ભાગ · અધ્યાય ૬૧

દ્વાપરયુગ વર્ણન ❖ યમદેવ, શ્રાદ્ધદેવ, યમુના નદી ઉત્પત્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દ્વાપરયુગ બેઠો ત્યારે અર્ધ સત્ય રહ્યું. લોકો ચોરી, નિંદા, રાગદ્વેષ, બળવાન ગરીબને પીડે, દ્રોહ, અપમાન વગેરે અનેક દોષો જોઇ બ્રહ્માએ શ્રીહરિને કહ્યું. આ બધાનું નિયમન કેમ કરવું ? શ્રીહરિએ ધર્મદેવને સંભાર્યા, આવ્યા, પગે લાગ્યા. શ્રીહરિએ કહ્યું, તમે લોકો દંડ દેવા બે સ્વરૂપ ધારણ કરો. સત્કાર્યનું ફળ પુણ્યશાળી મનુષ્યોને આપવા સૌમ્યરૂપે થાવ. પાપ કરનારાને દંડ આપવા માટે વિકરાળરૂપે થાવ. માટે તમે બીજે સ્વરૂપે સૂર્યના પુત્ર યમદેવ થઇને દક્ષિણ દિશામાં વિશાળ યમપુરીનું નિર્માણ કરી દઉં ત્યાં રહો. તમને કર્મના લેખ લખનારા ચિત્રગુપ્ત તથા દંડ આપનારા કરોડો દૂત આપું છું. ધર્મદેવે સૂર્યમાં પ્રવેશ કર્યો. તે સમયે વિશ્વકર્માએ પુત્રી સંજ્ઞા સૂર્યને આપી, તે સૂર્યનું તેજ સહન ન કરી શકી. તેથી સૂર્ય ગર્ભદાન સમયે ક્રોધિત થયા અને કહ્યું, આ પુત્ર બધાને દંડ આપે એવો થશે. તે યમદેવ થયા. ત્યારપછી શ્રાદ્ધદેવ મનુ થયા. પછી યમુના પુત્રી થઇ જે ગોલોકથી શ્રીકૃષ્ણે મોકલી નદીરૂપે થઇ. જન્મતાં જ સોળ વર્ષના.