ભાગ · અધ્યાય ૧૫૪

રેવતાચળ (ગીરનાર) મહાત્મ્ય

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અવતારોના ચરણથી અતિ પવિત્ર થયેલી ગીરનારની ભૂમિમાં બદ્રિકાશ્રમ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, સીતારામ, જગન્નાથ, સરસ્વતી વગેરે સર્વે તીર્થો વાસ કરે છે. રૈવતાચલમાં સર્વે પર્વતોનો નિવાસ છે. પૂર્વે પર્વતોને પાંખો હતી. શંકર ગીરનારની ભૂમિમાં વાસ કરતા હતા. મંદરાચળ કુમુદ શંકરના દર્શને આવ્યા. ઇન્દ્ર વજ્રથી પર્વતની પાંખો કાપવા ગયો. ત્યાં શંકરે જડની જેમ સ્તંભિત કરી દીધો. ઇન્દ્રે શંકરની પ્રાર્થના કરી. તે પૂર્વ સ્થિતિમાં આવ્યો. હિમાલયમાંથી મહા નદી સરસ્વતી વડવાનળ અગ્નિનેલ નિકળ્યા. તે અર્બુદાચલ થઇ સિદ્ધપુર, શ્રીનગર થઇ ધોળકા, સારંગપુર, દુર્ગપુર, ઉન્મત્ત ગંગામાં ભળી ભોગાવામાં થઇ ભદ્રાવતીમાં ભળી વામનસ્થલીમાં થઇ પ્રાંચી પીપળા જઇ ગુપ્ત પ્રયાગમાં જઇને દક્ષિણ સમુદ્રમાં તે સરસ્વતી વડવાનળને સમુદ્રમાં પધરાવી રૈવતાચલ આવી ત્યાં રહેલા બધા કુંડમાં વાસ કર્યો. તેથી ગીરનારની ભૂમિમાં સર્વે તીર્થોનો વાસ છે.