ભાગ · અધ્યાય ૪૦૫

કેશવની વેંકટાચળની સુવર્ણમુખરી નદીમાં સ્નાન દ્વારા બ્રહ્મરાક્ષસથી મુક્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વેંકટાચળમાં મુખ્ય છ તિર્થો છે. સ્વર્ણ, મુખરી, સ્વામી, પુષ્કરીણી, વિયત, ગંગા, કુમાર ધારીકા, તુંબરૂ. તીર્થમાં કુંભ લગ્નમાં પૂર્ણિમાના મધા નક્ષત્રમાં સ્નાન કરવાથી રાજસૂય યજ્ઞફળ થાય છે અને મોક્ષ ગતિમાં જવાય છે. લક્ષ્મીનારાયણ સંહિતાની કથા આ તીર્થમાં કરશે, કરાવશે. લક્ષ્મીનારાયણ સંહિતાનું દાન આપશે તે સર્વે મોક્ષ ગતિમાં જશે. લક્ષ્મીનારાયણ સંહિતાની કથામૃતથી અજર-અમર બનાય છે. મારા પ્રવેશ વિના કોઇ આ કથા કરવા સમર્થ નથી. સાંભળવા પણ સમર્થ નથી.

હે લક્ષ્મી, જ્યાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા થાય છે. ત્યાં હું રાધા, લક્ષ્મી, પાર્ષદો, સાથે વાસ કરું છું. વાંચનાર વક્તા બાળક હોય કે યુવાન કે વૃદ્ધ હોય કે દરીદ્ર કે દુર્ભાગ્ય હોય તે સર્વે પૂજનીય છે. વક્તા વ્યાસ સમાન જ્ઞાન આપનારા છે. રાજા સમ્રાટ આચાર્ય ગુરુદેવ આ સર્વે વ્યાસ પાસે નાના છે. આ સર્વે આવે ત્યારે વક્તાએ વ્યાસાસન પરથી ઉભું ન થવું. કથાની નિંદા કરનારા, કથામાં વિઘ્ન કરનારા, વ્યાસાસનથી ઉંચા બેસનારા, લાંબા પગ કરીને બેસનારા, પગ પર પગ ચડાવીને બેસનારા, કાગડાને વૃક્ષ થાય છે. વ્યાસને, કથાને નમન કર્યા વિના કથામાં બેસનારા શ્રોતા, કથા સાંભળનારા ઝેરી વૃક્ષ થાય છે. કથા સાંભળી, ધાબળી વગેરે ઉનના દાન તથા વસ્ત્ર દાન કરે છે. તે શાશ્વત બ્રહ્મપદને પામે છે.

આવો લક્ષ્મીનારાયણ સંહિતાની કથાનો મહિમા વેંકટાચળમાં શ્વેતવરાહના મુખથી દેવો, મુનિઓ, ઇશ્વરો, પિત્રુઓ વગેરે સર્વે સાંભળતા હતા. અનેકને ભોજન દાન આપતા હતા. તે વરાહ તીર્થ થયેલું છે. એકવાર કેશવ નામનો બ્રાહ્મણ વેદકર્મથી રહિત થઈ માતા- પિતાની સેવાથી રહિત થઇ સ્વકેન્દ્રી બની અધર્મી આચરણ કરતો તેથી તેને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. તેના પિતા પદ્મનાભ કેશવપુત્રને લઈ વેંકટાચળ આવી સુવર્ણ મુખરી નદીમાં સ્નાન કરાવી બ્રહ્મરાક્ષસથી મુક્ત કર્યો.