એકમની તિથીએ કોનું પૂજન કરવું ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે હું તને આખા વર્ષના વ્રતની, તિથિઓ તથા પૂજન કહું છું.
ચૈત્ર સુદ પડવાને દિવસે બ્રહ્માની તથા સરસ્વતિની પૂજા કરવી, બીજને દિવસે વિદ્યા પ્રારંભ કરવો, વૈશાખ પડવે કુર્મ પૂજા કરવી. જેઠ પડવે કરવીરની પૂજા કરવી, શ્રાવણ પડવે લક્ષ્મીનારાયણની પૂજા કરવી. ભાદરવે પડવે શિવ પૂજન કરવું. આશ્વિન પડવે અશોક પૂજન કરવું. નવરાત્રિમાં એકટાણું કરવા, કાર્તિક પડવે વિષ્ણુ પૂજન કરી અન્નકુટ ધરવો, એકસો એક મિષ્ટાન, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલી, ભક્ષ્ય ભોજ્ય, લેહ્ય, ચોસ્યવી, ધરી આરતી ઉતારવી, અન્નકુટ કરાવનારો ભક્ત મુક્તિ પામે છે. માગશર પડવે ધન પ્રાપ્તિ માટે વિષ્ણુ પૂજન કરવું. પોષ સુદ પડવે સૂર્યપૂજા કરવી. તેજપ્રાપ્તિ માટે, માઘ પડવે શંકરથી પ્રગટ થયેલા અગ્નિની પૂજા કરવી. ફાગળ પડવે નરનારાયણની પૂજા કરવી. વૈશાખ પડવે વૈરાજ સૂત વિષ્ણુની પૂજા કરવી. સર્વે વ્રતમાં એકટાણું જમી યથાશક્તિ દાન આપવું તથા વ્રતને દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જેથી વ્રતનું ફળ સંપૂર્ણ મળે.