ભાગ · અધ્યાય ૪૪૮

પતિવ્રતા સીમંતિ દ્વારા રાજા ચિત્રવર્માની રક્ષા થઇ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ચિત્રવર્મા રાજાને સીમંતિની કન્યા હતી. તે કન્યા ચંદ્રાગંદ રાજાને પરણાવી. તે રાજા એકવાર વહાણમાં બેસી યમુના નદીમાં વિહાર કરતો હતો. ત્યાં વહાણ ડૂબી ગયું. ચંદ્રાગદ અને સાથે બેઠેલા સર્વે ડૂબી ગયા. રાજાને હજારો નાગ કન્યાઓ તક્ષક નાગ પાસે લઈ ગઈ. તક્ષક નાગ ચંદ્રાગદને કહે, આ કન્યાઓને ગ્રહણ કરી અહીં રહી સુખ ભોગવો. ચંદ્રાગદ કહે, હું પરણેલો છું. મારી પત્ની મારો વિયોગ- વિલાપ કરતી હશે. તક્ષકે તરત જ ચંદ્રાગદને સજીવન કરી મોકલી દીધો. તે સમયે ચંદ્રાગદની પત્ની યમુના કાંઠે આવી પ્રતિજ્ઞા કરી કે, હે શ્રીકૃષ્ણનારાયણ હું તમારી ભક્ત હોઉં તથા પતિવ્રતા હોઉં તથા મે સોમવારનું વ્રત કરી શંકર-પાર્વતીનું પૂજન ભક્તિભાવથી કર્યું હોય તો મારા પતિ યમુનામાં ડુબી ગયા છે. તે બહાર આવો. તરત જ સમુદ્રે રત્નો લાવી સીમંતિની પૂજા કરી કહ્યું, તારા પતિને નાગ કન્યાઓ અહીં મુકી જશે તું ચિંતા ન કર. બીજે દિવસે નાગકન્યાઓ ચંદ્રાગદ રાજાને તેની પત્ની પાસે મુકી ગઇ.