ભાગ ૧ · અધ્યાય ૧૧૦
સૌથી કઠોર તપ કરનાર - નરનારાયણ
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, એક હાથ ઊચો રાખી એક પગે ઊભા રહી તપ કરવા કરતા અન્નનો ત્યાગ તે કઠણ છે. તેના કરતા પાણી પણ ન પીવું તે તપ કઠીન છે. તેના કરતા મૌન રહેવું તે કઠણ છે. તે સર્વે કરતા ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહેવું તે તપ કઠીનમાં કઠીન છે. તે નરનારાયણ વિના બીજો કોઇ રાખી શકતો નથી. અક્ષર બ્રહ્મધામમાં જ બદ્રિકાશ્રમ નિર્માણ કરી ત્યાં તપ કરતા નર તે બ્રહ્મ છે અને નારાયણ તે પરબ્રહ્મ છે. તે નરનારાયણ મારું જ સ્વરૂપ છે તે બંને ધર્મદેવ પિતા, ભક્તિમાતાની આજ્ઞાનું પાલન કરતાં તપ કરે છે.