સૂર્ય-હિરણ્યમય પુરુષ પ્રાગટ્ય
શ્રીનારાયણ કહે : બ્રહ્માએ સૃષ્ટિ રચી ત્યારે શ્રીહરિનું સ્મરણ કરી તેજ પ્રગટ કર્યું. અને રસોઇ માટે બીજું તેજ પ્રગટ કર્યું. તે શક્તિ પુષ્ટિ માટે પણ અજવાળા વિના કોઇપણ વસ્તુ દેખાય નહીં. તેથી શ્રીહરિને પ્રાર્થના કરી. શ્રીહરિએ નેત્રમાંથી તેજનો કણ પ્રગટ કર્યો. તેમાંથી કેટલાક કણો થયા તે બ્રહ્માંડમાં વ્યાપી ગયા. તે બધા સૂર્ય થયા. બ્રહ્માએ તેને સ્વર્ગમાં વાસ આપ્યો. પણ તે સૂર્ય બ્રહ્માને કહે : મારું તેજ ક્ષય થાય છે. મારું રક્ષણ કરો. બ્રહ્માએ શ્રીહરિને પ્રાર્થના કરી. શ્રીહરિએ પ્રાર્થના સાંભળીને પોતાની મૂર્તિમાંથી જમણા નેત્રથી હિરણ્યમય પુરુષ પ્રગટ કરીને સૂર્યમાં મૂકી દીધો તેથી સૂર્ય હિરણ્યમય પુરુષ કહેવાય છે. સોળ વર્ષના નખશિખા પર્યંત સુવર્ણ જેવા હજારો કિરણોવાળા સૂર્ય બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. તે સૂર્યનો મંત્ર “ૐ ૐ ૐ ભૂર્ભુવ: સ્વસ્તત્ ૐ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યોન: પ્રચોદયાત્” આ મંત્ર દશ હજાર વાર બોલે તો સૂર્યસમાન તેજસ્વી થાય છે. રોજ સૂર્યને નમસ્કાર કરવાથી નિરોગી રહે છે.