ભાગ ૧ · અધ્યાય ૩૪૨
ઋષિકેશ તીર્થ કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ભૃગુઋષિના વંશમાં દેવદત થયા તે તપ કરતા હતા ત્યાં ઇન્દ્રે પ્રમ્લોચા અપ્સરા મોકલીને ઋષિને તપમાંથી પાડ્યા. પછી ઋષિએ તપ કરીને શંકરને પ્રસન્ન કર્યાં. તે શંભાંગેશ્વર તીર્થ થયું. પછી અપ્સરાએ બાળકીને જન્મ આપ્યો. તે વનમાં મૂકીને ચાલી ગઇ. રૂરૂ નામના મૃગે મોટી કરી. તેણે વિષ્ણુનું તપ કરી પ્રસન્ન કર્યા. વિષ્ણુ કહે, શું ઈચ્છા છે. રૂરૂ કન્યા કહે : મારા નામે અહીં તીર્થ થાય. તે તીર્થ રૂરૂનામે થયું. તે ઋષિકેશ કહેવાય છે. તથા બ્રહ્મપદ, વિષ્ણુસર, વરાહક્ષેત્ર, ભૃંગુકુંડ, મણીકુંડ, પંચસર, નારદ, વશિષ્ટ, સપ્તર્ષી, શરભંગ, બૃહસ્પતિ, વૈશ્વાનર, કાર્તિક, મહેશ્વર, બ્રહ્મકુંડ વગેરે અનેક તિર્થો થયેલા છે.