ભાગ ૧ · અધ્યાય ૧૫૩
ગીરનારમાં ઇન્દ્રેશ્વર મહાદેવ તીર્થ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે ગીરનારમાં એક શિકારી એક વખત શિકાર કરવા નીકળ્યો ચારે બાજુ રખડ્યો પણ શિકાર મળ્યો નહીં. સાંજે પીપળાના વૃક્ષ નીચે બેઠો તે માઘ વદ-ચૌદશ શિવરાત્રિ હોવાથી શિકારીને ઉપવાસ થયાથી બુદ્ધિ નિર્મળ થઇ. ત્યાં હરિહર સ્વરૂપે વિષ્ણુ શંકર આવ્યા. પિતાંબર પહેરેલું, ચામડું ઓઢેલું, મુગટ જટાવાળા ચક્ર, ત્રિશૂળને ધારણ કરીને શિકારીને દર્શન દીધાં. અદ્રશ્ય થયા. પીપળામાં શિકારીએ વનમાંથી પુષ્પ ફળ-ફૂલ બીલીપત્રો લાવી આખી રાત શંકર-વિષ્ણુનું ભજન કરી પીપળાને પાણી રેડી ફૂલ બીલીપત્રો ચડાવ્યા. સવાર થયું ત્યાં વિમાન આવ્યું. અપ્સરાઓ કહે : ચાલો સ્વર્ગમાં. ત્યાં ઇન્દ્રે પૂછ્યું, તું પાપી અહીં સ્વર્ગમાં કેમ આવ્યો ? શિકારીએ કહ્યું, શિવરાત્રિનું વ્રત અને શિવ-વિષ્ણુ પૂજન કરવાથી. ત્યારપછી ઇન્દ્રે ત્યાં શંકરના લિંગની સ્થાપના કરી. તે ઇન્દ્રેશ્વર મહાદેવ તીર્થ છે.