ભાગ · અધ્યાય ૫૦

પૃથુ અવતાર પ્રાગટ્ય

પાણીમાં શયન કરનારા વૈરાટનારાયણે બ્રહ્માની પ્રાર્થનાથી પૃથ્વીનો સ્થૂળ ભાવ કરી વરાહ સ્વરૂપે પૃથ્વીને પાણી ઉપર લાવી સ્થિર કરી. પછી શ્રીહરિએ પૃથુ અવતાર ધારણ કરીને પૃથ્વીને સરખી કરી. જ્યાં પથ્થરો હતા ત્યાં પર્વત કર્યો. જ્યાં ખાડા હતા ત્યાં નદી- તળાવ કર્યા.