ભાગ ૧ · અધ્યાય ૨૭૬
દશમ-એકાદશી-બારસની તિથીએ દુર્ગુણનો ત્યાગ કરી ઉપવાસ કરવો.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સર્વે માસની દશમ, એકાદશી, બારસ આ ત્રણ દિવસમાં માંસ, મસુરદાળ, ચણા, શાક, મધ, પારકુ અન્ન, બીજીવાર ભોજન, મૈથુન, નિંદ્રા, જુગાર, ચાડીયાપણું, વાદ-વિવાદ, હિંસા, ચોરી આદી દુર્ગુણનો ત્યાગ કરીને ઉપવાસ, એકટાણું અથવા નિર્જળા વ્રત કરવું. તે ભુક્તિ-મુક્તિ આપનારું છે.