ભાગ · અધ્યાય ૩૫૬–૩૫૭

પવિત્ર બ્રાહ્મણ પાસે જ શ્રાદ્ધવિધિ કરાવવી - યમરાજાએ નચિકેતાને આત્મજ્ઞાન આપીને વરદાન આપ્યુ

આ અધ્યાય 356–357 સંયુક્ત છે

લક્ષ્મીજીએ પૂછયું : હે પુરષોત્તમ નારાયણ, બ્રાહ્મણો પ્રેતનું ભોજન અને દાન ગ્રહણ કરે તો બ્રાહ્મણ ક્યા કર્મથી મુકાય અને દાન આપનારાને કેમ તારે તે કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી સાંભળો. જે બ્રાહ્મણ મહાભાગવત ભક્ત હોય, જ્ઞાની, યોગી, તપસ્વી, વેદશાસ્ત્રનો ભણેલો હોય યમ-નિયમનું પાલન કરી ષટ્કર્મ કરતો હોય તેવા બ્રાહ્મણના સ્પર્શથી પ્રેત દેવ થઇ થઇને સ્વર્ગમાં જાય છે. સાધુ સ્વભાવવાળો, અગ્નિ જેવો શુદ્ધ એવો બ્રાહ્મણ તે પ્રેતનું અન્ન ખાવાથી દાન ગ્રહણ કરવાથી લોપાતો નથી. રાત્રિએ કરેલું અંધારું સૂર્યને પરાભવ કરી શકતું નથી. સ્વાગત ન કર્યું. ત્રીજે દિવસે યમનો મુગટ પડી ગયો. ત્યારે જાણ્યું અતિથિનું સ્વાગત ન થયું. ગૃહસ્થને ત્યાં સાધુ, સાધ્વી, વિપ્ર, સતી, યતિ, બ્રહ્મચારી તે અતિથિ કહેવાય. આવે અને શક્તિ પ્રમાણે ન આપે તો અતિથિ પોતાનું પાપ મુકી ગૃહીનું પુણ્ય લઇ જાય છે. આપે તો અતિથિ પોતાનું પુણ્ય ગ્રહસ્થને આપી પાપ લઇ જાય છે. પોતાના આશ્રીત, નિરાશ્રીત, માતા-પિતા, વૃદ્ધો, પ્રેત, બાળકો, અંધજન આ સર્વે અતિથિ કહેવાય છે.

યમરાજ નચિકેતા પાસે આવી પગે લાગી કહે : ભોજન આસન ગ્રહણ કરો. નચિકેતા કહે : તમે નારાયણનું સ્વરૂપ છો તેથી મને કૃપા કરી આત્મજ્ઞાન આપો. યમરાજ કહે : સુવર્ણરત્ન, કલ્પવૃક્ષ, ચીંતામણી, મહેલ, બગીચા જે માગે તે આપું. નચીકેત કહે : તમે જે કહ્યું તે સર્વે મને મળી ગયું. પણ આત્મજ્ઞાન આપો. યમદેવ કહે : પૃથ્વીનું, સ્વર્ગનું, પાતાલનું, સત્યલોકનું રાજ્ય સર્વે સમૃદ્ધિ આપું, પણ આત્મજ્ઞાનની પ્રાર્થના ન કર. આત્મજ્ઞાન યોગીઓને પણ દુર્લભ છે. નચીકેતા કહે, તમારી કૃપાથી મને સર્વે પ્રાપ્ત થયું છે. પણ પ્રભુ મારે તો આત્મજ્ઞાન જોઇએ છે. યમરાજ કહે : આત્મા દિવ્ય દૃષ્ટિથી જોવાય છે, તેથી હું તને દિવ્ય દૃષ્ટિ આપું છું. તારા હૃદયમાં રહેલા આત્માને જો. એમ કહી યમરાજે પાણી નેત્રમાં છાંટ્યું. તેથી નચીકેતાએ આત્માને દિવ્ય, તેજસ્વી, સુક્ષ્મ, સચ્ચીદાનંદ રૂપે જોયો અને અતિ આનંદ પામ્યો. યમરાજ પણ દૃઢ આગ્રહવાળો જોઇ પ્રસન્ન થઇ કહે : જે જોઇએ તે માગ. નચીકેતા કહે : મારા પિતાનો અપરાધ ક્ષમા કરો. બીજું હું અગ્નિરૂપે શાશ્વત રહું. યમરાજ કહે, તથાસ્તુ. અને પહેલા જે આપ્યું હતું તે સર્વે આપ્યું. પછી યમપુરીના મહેલો તથા નરકમાં સ્થાનો સર્વે જોઇને પોતાના શબ પાસે આવી સજીવન થઇ પિતાને પગે લાગ્યો. એ રીતે પિતાની, ગુરુની સેવાથી સિદ્ધિ પામેલા પુત્રને જોઇને પિતા અત્યંત પ્રસન્ન થયા. તેજસ્વી નચીકેતાને જોઇને અનેક પ્રકારના તપ કરનારા તપસ્વીઓ નચીકેતાને પૂછવા લાગ્યા. તે યમપુરીમાં શું જોયું, શું સાંભળ્યું, તે સર્વે કહે. યમરાજા કેવા છે ? ચિત્રગુપ્ત કેવા છે ? તે સર્વે કહે. જેથી મનુષ્યોને આલોક અને પરલોકમાં ઉપકાર થાય.