ભાગ ૧ · અધ્યાય ૧૧
બ્રહ્મા, વિષ્ણુ અને શંકરની ઉત્પત્તિ
શ્રીનારાયણ કહે : સદાશિવ બ્રહ્માને કહે, તમે મોટા થવા કપટ કર્યું માટે તમે પૂજ્યપણાને નહીં પામો. પરંતુ યજ્ઞમાં ગૃહમાં તમારો બલી ભાગ રહેશે. કેતકી પુષ્પને કહ્યું, તારું સ્થાન મંદિરમાં રહેશે પણ મારી પૂજામાં નહીં. ત્યાં વૈરાટનારાયણ આવ્યા અને બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પગે લાગ્યા. એ ત્રણે દેવોએ પોતાના સ્વરૂપ વૈરાટનારાયણમાં જોયા.
વૈરાટનારાયણના લલાટમાં શંકર, હૃદયમાં વિષ્ણુ, નાભિમાં બ્રહ્મા રહ્યાં. પછી ત્રણે દેવો પોતાને ભાઇઓ માની ભેટી પડ્યા. ત્યારે વૈરાટનારાયણે તે ત્રણેય દેવો માટે ઇશ્વરોના લોકમાં સ્થાનો રચી દીધા. વિષ્ણુ માટે વૈકુંઠ, બ્રહ્મા માટે સત્યલોક, શંકર માટે કૈલાશ. તે ત્રણે દેવોએ પોતાની પત્ની, દાસ-દાસીઓ સાથે પોતાના સ્થાનમાં નિવાસ કર્યો.