ભાગ ૧ · અધ્યાય ૨૩૧
ગોદાવરી નદી પાપ રહિત થઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એક વખત નારદ તીર્થોમાં ફરતા ગૌતમ ઋષિના આશ્રમે ગોદાવરી નદી કાંઠે આવ્યા. એક વર્ષ ત્યાં વાસ કર્યો. ત્યાં સર્વે તીર્થો ગોદાવરીમાં સ્નાન કરવા તથા દર્શન કરવા આવતા હતા, ત્યારે ગોદાવરી તીર્થે નારદજીને કહ્યું : સર્વે તીર્થો મારામાં પાપો મૂકી જાય છે. મારે ક્યાં જવું ? નારદજી કહે : જ્યાં પ્રત્યક્ષ ભગવાનથી અનેક તીર્થો થયેલા હોય તે તીર્થમાં પાપો બળી જાય છે. તેવું તીર્થ દ્વારિકા છે. જ્યાં પ્રભુ શ્રીકૃષ્ણે અનેક તીર્થ કરેલા છે. પછી નારદ, ગૌતમ ઋષિ તથા ગોદાવરી નદી તે સર્વે દ્વારિકા આવી સર્વે તીર્થોના દર્શન કરી પાપરહિત થયા.