ભાગ · અધ્યાય ૨૧

સાધ્વી દ્વારા સ્તુતિ - શ્રવણ ફળ

શ્રીનારાયણ કહે : ઉપનિષદની જે શ્રુતિઓ છે તે પણ સાધ્વીરૂપે સૃષ્ટિમાં ફરે છે અને તે ઉપનિષદની શ્રુતિઓ મુમુક્ષુઓએ આત્મતૃપ્તિ માટે, કર્મનાશ માટે, અજ્ઞાન નિવૃત્તિ માટે, નિત્ય આનંદ માટે સાંભળીને ગ્રહણ કરવી. તે શ્રુતિ ગીતા પરબ્રહ્મનું નિરૂપણ સ્તુતિ, પરબ્રહ્મ પ્રાપ્ત કરાવનારી છે. શ્રીહરિના અંગમાંથી તે શ્રુતિ દેવીઓ પ્રગટ થયેલી છે તેથી મોક્ષ આપનારી છે.