ભાગ ૧ · અધ્યાય ૨૩૬
પક્ષવર્ધિની એકાદશી વ્રત-પૂજનવિધિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મોક્ષ આપનારી પક્ષવધિર્ની એકાદશીનો વ્રત વિધિ કહું છું. સૂર્યોદય પહેલાં જાગી સ્નાન વિધિ કરી સાત ધાન્યથી મંડળ પુરી વચમાં તાંબાનો ઘડો મૂકવો. નારિયેળ આસોપાલવ વગેરેના પાન મૂકી સિંહાસનમાં હરિ કૃષ્ણ પ્રભુને પધરાવી ષોડ્શોપચારથી પૂજન કરીને નૈવેધ ધરી આરતી ઉતારવી. આખો દિવસ હરિકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી. બારસે પારણા કરીને વ્રત પૂર્ણ કરવું. કાશીમાં સાઠ હજાર વર્ષ વાસ કરે, કુરૂક્ષેત્રમાં યજ્ઞ કરે તે સમાન એકાદશીનું ફળ થાય છે. ઉપવાસથી પુરું ફળ મળે છે. નકત ભોજન એકટાણું કરવાથી અડધું ફળ મળે છે. એકાદશીનું જાગરણ ન કરે તો અડધું ફળ મળે છે. સર્વે તીર્થના ફળ એકાદશીનું વ્રત કરવાથી મળે છે.